બોલિવૂડમનોરંજન

તો શું આ વર્ષે જ વાગી જશે ‘પુષ્પા’ અભિનેત્રીના લગ્નની શરણાઈ? રશ્મિકા મંદાનાએ કર્યો ખુલાસો

તો શું આ વર્ષે જ વાગી જશે 'પુષ્પા' અભિનેત્રીના લગ્નની શરણાઈ? રશ્મિકા મંદાનાએ કર્યો ખુલાસો

પુષ્પા ધ રાઇઝ ફિલ્મથી ધૂમ મચાવનારી અભિનેત્રી રશ્મિકા મંદાનાનું નામ હાલમાં દરેકના મોઢે સાંભળવા મળી રહ્યું છે, રશ્મિકાએ શ્રીવલ્લીના પાત્રથી બધાનું દિલ જીતી લીધું છે. તેના ડાયલોગ્સ અંદાજ અને પુષ્પા (અલ્લુ અર્જુન) સાથેની તેની કેમિસ્ટ્રીને ચાહકોએ ખૂબ જ વખાણી છે. શ્રીવલ્લી એટલે કે રશ્મિકા લોકોના દિલ પર રાજ કરી રહી છે. હવે તેના ચાહકો તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની અંગત જિંદગી વિશે પણ ઘણો રસ દાખવી રહ્યા છે. ફેન્સ તેના લાઇફ લગ્ન વિશે જાણવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત થઇ રહ્યા છે.

હાલમાં લગ્ન માટે…

હાલમાં, રશ્મિકા મંદાનાએ તેના આપેલા એક ઇન્ટરવ્યુમાં તેના લગ્ન વિશે એક મોટું રહસ્ય ખોલ્યું છે. જી હા, રશ્મિકા લગ્નના સવાલ પર કહે છે કે ‘હું લગ્ન કરવા માટે અત્યારે ઘણી નાની છું’. મને નથી ખબર કે આ વિશે હું શું વિચાર કરું, મેં અત્યાર સુધીમાં આ વિશે કશુ વિચાર્યું નથી, પરંતુ હા આ પ્રશ્ન પૂછ્યો છે, તો હું તમને જણાવી દઉં કે મને મારા જીવનમાં એક એવી વ્યક્તિ જોઈએ છે જે મને કમ્ફર્ટેબલ અહેસાસ કરાવે.

પ્રેમ એક ફીલિંગ (લાગણી) છે

રશ્મિકા તેના પ્રેમ અને લાઈફ વિશે જણાવતાં કહે છે કે ‘પ્રેમ એ છે જે એકબીજાને સન્માન આપે. એકબીજાને સમય આપે. તમે એકબીજાને સુરક્ષિત અનુભવ કરાવે. પ્રેમ વિશે વધુ કંઈ કહેવું મુશ્કેલ છે કારણ કે તે એક અહેસાસ છે, એક ફીલિંગ છે અને જો આવું કંઈ ન થાય તો પછી દાળ ગળતી નથી.

અમિતાભ બચ્ચન સાથે મળશે જોવા

રશ્મિકાના કામની વાત કરીએ તો તે હવે જલ્દી જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં નજર આવશે, ત્યારબાદ તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે, તેમના ચાહકોને તેની આ ફિલ્મની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button