Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

કોરોનાના કારણે બંધ હતી શાળા, ખૂલતાં જ ક્લાસરૂમમાં એવું કંઈક જોવા મળ્યું કે જોઈ ને સવ હચમચી ઉઠ્યા

ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે અહીં એક શાળાની અંદરથી માનવ કંકાળ મળી આવ્યું છે. જેના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ક્લાસરૂમની સફાઈ કરતી વખતે આ માનવ કંકાળ મળી આવ્યું.

ત્યારબાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કેસની તપાસ શરૂ કરી. ક્લાસરૂમમાં નર કંકાળ મળી આવ્યા બાદ તરત પોલીસને સૂચના આપવામાં આવી. ત્યારબાદ ઘટનાસ્થળે કેન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાકેશકુમાર સિંહ પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરીને આ અંગેની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપી. ત્યારબાદ તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી.

આ બાજુ શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર એન કે સિંહે કહ્યું કે કોરોના કાળમાં શાળા પરિસરમાં ખુબ ઘાસ અને ઝાડી ઊગી ગઈ હતી. જેના કારણે શાળાના ક્લાસરૂમની સફાઈ થઈ શકી નહતી. જ્યારે સફાઈ કરાઈ તો ત્યાંથી નરકંકાળ મળ્યું. વારાણસીના કેન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાકેશ કુમાર સિંહે કહ્યું કે ડેડબોડી ખુબ જૂની છે. આ મામલે પોસ્ટમોર્ટમ બાદ કઈ કહેવું યોગ્ય રહેશે. હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. જરૂર પડ્યે ડીએનએ ટેસ્ટ પણ થશે. હાલ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button