Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

શું તમે જાણો છો જ્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેનાં નાકમાં રૂ શા માટે નાખવાંમાં આવે છે, જાણો તેની પાછળનું રહસ્ય…..

કોઇના નિધનના સમાચાર મળ્યા બાદ આપણે જ્યારે તેમની અંતિમ વિધિમાં જઇએ છીએ ત્યારે આપણે જોઇએ છીએ કે એ મૃત વ્યક્તિના નાક અને કાનમાં રૂ નાંખવામાં આવે છે. તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું, તેમના પાર્થિવ શરીરની તસવીરો તમે જોઇ હશે. જેમાં તેમના મૃત શરીરના નાક અને કાનમાં રૂ નાંખવામાં આવ્યા હતા. આવું શા માટે કરવામાં આવે છે, ભાગ્યેજ બધાં જાણતા હશે. આવું કરવા પાછળનું કારણ ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ સાથે જોડાયેલું છે, જે અંગે આજે અમે જણાવી રહ્યાં છીએ.

સંસાર માં કોઈ પણ જીવ પોતાના પાછળ ના જન્મ માં કરેલા કાર્યો ના આધારે જન્મ લે છે અને તેની અનુસાર સુખ અને દુઃખ ભોગવે છે. પોતાના કર્મો ના ફળ ભોગવ્યા પછી તે પાછા પંચતત્વ માં વિલીન થઇ જાય છે. સંસાર માં રહેતા દરમ્યાન મનુષ્ય ને સાચું અને ખોટું બંને નો સામનો કરવો પડે છે અને આ એક ખુબ જ સામાન્ય વાત છે, પરંતુ જો કોઈ તમને સવાલ પૂછે કે સંસાર નું પરમ સત્ય શું છે? તો આ સવાલ નો જવાબ તમે શું આપશો.

જેમ આપણે જાણીએ છીએ કે સંસાર માં રહેતા જીવ ભલે કોઈ પણ વસ્તુ થી મોઢું ફેરવી લે પરંતુ, મૃત્યુ તે સત્ય છે જેનો સામનો દરેક ને કરવો જ પડે છે. દુનિયા માં આવ્યા છીએ તો અહિયાં થી એક ના એક દિવસે જવું જ પડશે. માણસ નું જયારે મૃત્યુ થઇ જાય છે તો તેની આત્મા ની શાંતિ માટે કેટલાક ક્રિયાકર્મ કરવા પડે છે, જેમાં થોડોક સમય લાગે છે. આ દરમ્યાન દુર દુરથી સંબંધીઓ નું આવવું જવું વગેરે કંઇક ને કંઇક થતું રહે છે.

મૃત શરીર ને નવરાવીને તેના નાક અને કાન માં રૂ નાખી દેવામાં આવે છે. તેની પાછળ નું વૈજ્ઞાનિક માન્યતાઓ છે. જેની અનુસાર મૃતક શરીર ની અંદર કોઈ કીટાણું ન જઈ શકે. એટલા માટે નાક અને કાન ને રૂ થી બંધ કરી દેવામાં આવે છે. તેની સિવાય મૃત શરીર ના નાક માથી એક દ્રવ્ય નીકળે છે જેને રોકવા માટે રૂ નો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ બીજું કારણ ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલું છે. હિંદુ ગ્રંથ પુરાણ ની અનુસાર મૃત શરીર ના ખુલેલા ભાગ માં સોના ના ટુકડા ને રાખવામાં આવે છે જેને શરીર ના નવ અંગો માં રાખવામાં આવે છે.સોના ના ટુકડા ખુબ જ પવિત્ર હોય છે. તેને મૃત શરીર પર રાખવાથી દેહ ની આત્મા ને શાંતિ મળે છે. નાક અને કાન ના છિદ્ર મોટા હોય છે તેમાં રાખેલા સોના ના ટુકડા પડી ના જાય તે માટે નાક અને કાન માં રૂ નાખવામાં આવે છે.

એક વાર્તા વાંચેલી કે એક માણસ કૃષ્ણ ભગવાનની બહુ જ ભક્તિ કરતો હતો, અને ભગવાનની કૃપા થી સુખી હતો. તે દરરોજ ભગવાન પાસે કઈ ને કઈ યાચના કરે રાખતો. થોડા સમય પછી તેને ધંધામાં ખુબ જ નુકસાન થયું અને સર્વસ્વ ગુમાવી બેઠો. ઘરે આવીને તેણે ભગવાન પર ખુબ જ ગુસ્સો કર્યો કે મેં તારી આટલી બધી ભક્તિ કરી છતાં મારે આ દિવસ જોવો પડયો ? અને તેણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને પૂજાઘર ના એક ખૂણામાં મૂકી દીધી અને બીજા ભગવાન લઇ આવી તેની પૂજા કરવા લાગ્યો.

નવા લાવેલા ભગવાન ને અત્તર ધરાવવા લાગ્યો ત્યાં યાદ આવ્યું કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ ત્યાં ખૂણામાં છે આથી તેણે કૃષ્ણ ભગવાનના નાકમાં રૂ ભરાવી દીધું કે તેમને અત્તર ની સુવાસ ન આવે! જેવો રૂ ભરાવી ફર્યો ત્યાં જ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. આથી તે એકદમ જ નવાઈ પામી ગયો અને કહેવા લાગ્યો કે “આટલી ભક્તિ કરી ત્યારે પ્રસન્ન ન થયા અને હવે શા માટે દર્શન આપો છો?” કૃષ્ણ ભગવાન પ્રસન્નતાથી બોલ્યા કે ” અત્યાર સુધી તું મને તારા જેવો નહોતો માનતો, તને એમ થયું કે મારા નાકમાં સુવાસ જશે એટલે તે રૂ ભરાવી મારુ નાક બંધ કર્યું કારણ કે તે મને તારા જેવો જીવંત જાણ્યો!”

હવે આ વાર્તા ને થોડી વધારે આગળ વધારીએ – ઋગ્વેદ ની વેદકથાઓમાં ની કથોઓમાં એક કથા છે – “જીવનની મધુવિદ્યા” – જેમાં મધુછન્દા નામે એક ઋષિ હતા અને તેમને ત્યાં તેમના ગૃહસ્થ જીવન દરમિયાન એક બાળક નો જન્મ થાય છે. આપણે બાળકને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ પણ સ્વીકારતા નથી ! તે ઋષિનો બાળક જયારે હસે છે ત્યારે ઋષિ તેમના પત્ની – સુદર્શનાને કહે છે કે – ” જીવન ની શરૂઆત થતા જ બાળક શ્વાસ લે છે અને તેના શરીરમાં હલન-ચલનનો સંચાર થાય છે. જો બાળક શ્વાસ ન લેતું હોત કે હલન-ચલન ન કરતુ હોત તો? તો આપણે તેને મૃત માની લેત – જેનામાં પ્રાણનો સંચાર છે તે જીવિત છે – પ્રાણના દેવતા વાયુદેવ છે. વાયુ માં ગતિ છે જેનાથી બાળકમાં ગતિ – ચેતના આવે છે. વાયુ દર્શનીય છે માટે બાળક દર્શનીય છે અને જીવે છે.” બાળક ને છીંક કે બગાસું આવતા ઋષિ કહે છે કે – ” આમ થવાનું કારણ પ્રાણદેવ એટલે કે વાયુ દેવ ની સાથે સાથે ‘અપાનદેવ’ પણ જાગ્યા, તેથી બાળકના અંગેઅંગમાં સ્ફૂર્તિ જાગી. વળી, બાળકની નિદ્રા અને તંદ્રા ને દૂર કરનાર મહારાજ ‘ઇન્દ્રદેવ’ – ઇન્દ્રદેવ ની કૃપાથી જ બાળક સ્ફૂર્તિમય બને છે.” આમ, બાળકના જીવનની શરૂઆતમાં વાયુદેવ અને ઇન્દ્રદેવની કૃપા મળે તો બાળકનો વિકાસ થાય.

બાળક આંખ ખોલીને નજર માંડતા શીખે છે ત્યારે તે માં સામે મીઠી નજર નાખે છે! તો શું તેને કોઈ અંતઃસ્ફૂર્ણા થતી હશે! બાહ્યકરણ તે તેના ચક્ષુ છે અને અંતઃકરણ તે તેનું મન! ઋષિ ની આવી વાતો થી ઋષિપત્ની વિસ્મય પામતી! ઋષિ જણાવે છે કે તેઓ ગુરુકુળમાં નિવાસ કરતા ત્યારે ગુરુકૃપાથી તેઓ જીવનના રહસ્યો ઉકેલતા. ઋષિને મન બાળક એક જીવતી પ્રયોગશાળા છે. તેના જીવનની પ્રગતિ સાધવા માટે સ્વર્ગના દેવો તેને ચેતના અને પ્રેરણા આપે છે. બાળકના ચક્ષુમાં ‘દેવમિત્ર’ વસેલ છે અને તેના અંતઃચક્ષુમાં ‘દેવ વરુણ’ વસેલ છે.

બાળક જયારે સાંભળવાનું શરુ કરે છે – તો તેના બંને કાન ‘દેવ અશ્વિનીકુમાર’ છે. જયારે બોલવાનું શરુ કરે કરે છે ત્યારે તેની જીહ્વવામાં વાણી ની દેવી ‘સરસ્વતી’ નો વાસ થાય છે – જે અંદર છે તે વાણી વડે બહાર પ્રગટ થાય છે. કાન, નાક અને આંખ “જ્ઞાનની” ઇન્દ્રિયો છે તો હાથ અને પગ “કર્મની” ઇન્દ્રિયો છે. જયારે જીભ એ ‘જ્ઞાન’ ની ઇન્દ્રય હોવા ઉપરાંત – જીભ વડે બધા સ્વાદો અનુભવાતા હોવાથી તે ‘કર્મેન્દ્રિય’ પણ ખરી.

વાણીને કારણે માનવીનું જ્ઞાન પ્રગટ થાય છે. જે અંદર ચાલે છે તે વાણી વડે બહાર આવે છે. વાણી જાગે ત્યારે વર્ણે-વર્ણે દિવા પ્રગટે છે અને અક્ષરે અક્ષરે જ્યોત જલે છે અને આ શબ્દજ્યોતિ એ જ તો સાહિત્ય જગત નું સર્જન કરેલું છે.આમ, મનુષ્યની ગર્ભાવસ્થાથી લઈને મૃતુંપર્યન્ત તે સતત ભગવાન સાથે કે તેની અંદર ભગવાન સમાયેલ છે. આપણે ક્યારેય આ ઋષિની જેમ બાળક નું બચપણ માણ્યું છે! આપણે તો સતત બાળક શું અભ્યાસ કરશે અને શું બનશે – તેવા જ વિચારો કરી તેનું ઘડતર કરીએ છીએ.

આજના આધુનિક જગત માં બાળકને આપણી અધૂરી ઈચ્છાપૂર્તીઓ કે આ સમાજની દોડમાં આગળ કેમ નીકળવું – તેવું જ વિચારીને તેને ઘડીએ છીએ. જે બાળકની નસે નસમાં ભગવાન નો વાસ છે અને બાળકની વૃદ્ધિ સાથે ભગવાન પણ વૃદ્ધિ પામે છે – પણ આપણે ભગવાનને ક્યારેય ભીતરથી અનુભવતા નથી – હંમેશા બહારની દુનિયામાં શોધીએ છીએ અને તે પણ જો તેઓ ચમત્કાર દેખાડે તો જ માનીએ કે તે ‘ભગવાન’ છે.

 

[quads id=1]

Related Articles

Back to top button