Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

શું કોઈ વ્યક્તિ ખરેખર 150 વર્ષ સુધી જીવી શકે? જાણો આ બાબત માં કેટલું સત્ય છે

આપણા માથી મોટાભાગનાં લોકો ૮૦ વર્ષની આસપાસ સુધી જીવવાની આશા રાખી શકીએ છીએ, પણ કેટલાંક લોકો આશા કરતાં પણ આગળ જઈને ૧૦૦ વર્ષોથી પણ વધુ જીવે છે.

ઓકિનાવા, જાપાન અને સાર્ડિનિયા,ઈટલી જેવી જગ્યાઓ પર આવા કેટલાંય લોકો છે જે પોતાની ઉંમરનો સૈકો પાર કરી ચુક્યા છે. ઈતિહાસ ના સૌથી ઉંમરલાયક વ્યક્તિ તરીકે ફ્રાંસની એક મહિલા જીન કૈલમેટનું નામ લેવામાં આવે છે. જે ૧૨૨ વર્ષનાં હતા. તેઓ ૧૮૭૫ માં જન્મ્યા હતા અને એ સમયે સરેરાશ ઉંમર લગભગ ૪૩ વર્ષની હતી.

આવા માં એક સવાલ જે લોકો સદીઓથી પૂછતા આવ્યા છે કે હકીકતમાં માણસ કેટલાં સમય સુધી જીવી શકે છે? એક બાજુ જ્યા સરેરાશ જીવાતા જીવન( એક વ્યક્તિ નાં કેટલા વર્ષ સુધી જીવવાની આશા છે) ની ગણતરી કરવી અપેક્ષાકૃત સરળ છે, તો બીજી બાજું અધિકતમ જીવનકાળ( એક વ્યક્તિ સંભવત: કેટલી લાંબી ઉંમર સુધી જીવી શકશે) નું અનુમાન લગાવવું ખુબ જ અઘરું છે. પાછળનાં અધ્યયનો એ આ સીમા ને ૧૪૦ વર્ષની ઉંમર સુધીની રાખી છે. પણ હાલ નાં જ એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન ની કાળ સીમા ૧૫૦ વર્ષ સુધીની છે.

જીવનકાળની ગણના: જીવન પ્રત્યાશા અને જીવનકાળની ગણના માટે બધા કરતાં જુની અને અત્યારે પણ બધા કરતાં વ્યાપક રૂપમાં જેનો ઉપયોગ કરવામાં આવે છે તેવી રીત ગોમ્પર્ટઝ સમીકરણ છે. આ સંબંધમાં પહેલું આકલન ૧૯મી સદીમાં કરવામાં આવ્યું હતું કે બિમારી થી માનવ મૃત્યુ દર સમય સાથે ઝડપથી વધે છે.

નિશ્ચિત રૂપથી, આનો અર્થ એ છે કે કૈંસર, હ્રદય રોગ અને અન્ય સંક્રમણો થી તમારા મૃત્યુની સંભાવના દર આઠ થી નવ વર્ષમાં લગભગ બમણી થઈ જાય છે. એવા ઘણા રસ્તાઓ છે કે જેથી સૂત્રમાં બદલાવ કરી શકાય છે. કે કેવી રીતે અલગ અલગ કારણો કોઈ પણ આબાદીના જીવનકાળને પ્રભાવિત કરે છે.

ગોમ્પર્ટઝ ગણના નો ઉપયોગ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ ની ગણના કરવા માટે પણ કરવા માં આવે છે- આ જ કારણ છે કે આ કંપનીઓ એ જાણવાની ઈચ્છુક હોય છે કે શું તમે ધુમ્રપાન કરો છો? શું તમે વિવાહીત છો? કે પછી આવું જ કઈક બીજુ પણ, કે જેનાથી તેઓ એ અનુમાન લગાવી શકે કે તમે હજું કેટલા દિવસ જીવશો.

આપણે કેટલા સમય સુધી જીવતા રહીશું, આ જાણવા માટેનો એક બીજો રસ્તો પણ છે કે ઉમરની સાથે આપણા અંગોની કાર્યક્ષમતા કેટલી અને કંઈ રીતે ઘટે છે? અંગોની ઘટતી કાર્યક્ષમતાની સરખામણી આપણે આપણી ઉમર સાથે કરીએ છીએ.

ઉદાહરણ તરીકે, આંખનું કાર્ય અને વ્યાયામ કરતા સમયે આપણે કેટલા ઓક્સિજન નો ઉપયોગ કરીએ છીએ, જેમાં ઉમર વધતાની સાથે ગિરાવટ જોવા મળે છે. મોટા ભાગની ગણતરીઓ થી તારણ નીકળ્યુ છે કે એક સામાન્ય વ્યક્તિ ના અંગ ૧૨૦ વર્ષ ના થવા સુધી કામ કરે છે. પણ આ અધ્યયન ઉમર વધવા સાથે વધતી ભિન્નતાને પણ દર્શાવે છે.

ઉદાહરણ તરીકે, કેટલાક લોકોની કિડનીની કાર્યક્ષમતા ઉમરની સાથે સાથે ઝડપથી ઓછી થતી જાય છે. જ્યારે અન્યો માં આવું નથી થતું. હાલ, સિંગાપુર, રશિયા અને અમેરિકા ના શોધકર્તાઓ એ અધિકત્તમ માનવ જીવન કાળ નું અનુમાન લગાવવા માટે એક અલગ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. એક કમ્પ્યુટર મોડલનો ઉપયોગ કરીને, તેઓ અનુમાન લગાવે છે કે માનવ જીવન ની સીમા લગભગ ૧૫૦ વર્ષ છે.

૧૫૦ વર્ષ સુધીનું જીવન: સ્વાભાવિક રૂપે, તમારા મૃત્યુની સંભાવના અને બીમારી થી તમે કેટલી જલ્દી અને પુર્ણ પણે સારા થઈ જાવ છો, એની વચ્ચે એક સંબંધ હોવો જોઈએ. આ તમારો સામાન્ય શારીરિક સંતુલન બનાવી રાખવાનો એક માપદંડ છે.

ઉમર વધવાની સાથે આ સંતુલનને જાળવી રાખવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. સામાન્ય રીતે વ્યક્તિ જેટલી નાની ઉમરની હોય એટલી જ ઝડપથી બીમારી સારી થઈ જાય છે. પણ આ પ્રકારનાં અનુમાન એવું માને છે કે હાલની મોટી ઉમરની આબાદી ને નવા પ્રયોગો નો કોઈ ફાયદો નહી મળી શકે.

જેમ કે સામાન્ય બિમારીઓ માટે એમને કોઈ નવો ચિકિત્સા ઉપચાર નહી મળે. જો કે આ દિશા માં પ્રગતિ તો થાય છે. પણ એનો લાભ કેટલાક લોકો ને જ મળે છે, બધાને નહી.

ચિકિત્સા પ્રગતિની મુખ્ય ભૂમિકા: ઉદાહરણ માટે, આજે જન્મ લેનાર બાળક પોતાની જીવન પ્રત્યાશા વધારવા માટે લગભગ ૮૫ વર્ષોની ચિકિત્સા પ્રગતિ પર વિશ્વાસ કરી શકે છે, જ્યારે આજે જે વ્યક્તિ ૮૫ વર્ષની છે તેને પોતાની જીવન પ્રત્યાશા વધારવા માટે વર્તમાન ચિકિત્સા તકનીકો સુધી જ સીમિત રહેવું પડશે.

અધ્યયન અનુસાર અધિકત્તમ જીવનકાળ માટે તમારે ત્રણ મહત્વપૂર્ણ વસ્તુઓની જરૂર છે, પહેલું છે સારું જીન જે સો વર્ષોથી વધારે જીવવાની સારી આશા જગાડે છે. બીજું ઉત્કૃષ્ટ આહાર અને વ્યાયામ યોજના, જે જીવન પ્રત્યાશામાં ૧૫ વર્ષ જેટલું જોડી શકે છે.

અને છેલ્લે, ત્રીજુ છે સમયની સાથે ઉપચાર અને દવાઓના જ્ઞાનમાં ઉત્તરોત્તર વૃધ્ધિ જે સ્વસ્થ જીવનકાળને વધારી શકે છે. વર્તમાન માં સામાન્ય સ્તનધારીઓના સ્વસ્થ જીવનકાળને ૧૫-૨૦% સુધી વધારવો ખુબ જ અઘરું છે, કેમ કે ઉમર વધવાના જીવ વિજ્ઞાન વિશે આપણી સમજ અધૂરી છે. પણ પ્રગતિની વર્તમાન ગતિને જોતા આપણે વિશ્વાસપુર્ણ રીતે જીવન પ્રત્યાશામાં વૃદ્ધિ ની આશા રાખી શકીએ છીએ.

[quads id=1]

Related Articles

Back to top button