ગુજરાતધાર્મિકસમાચાર

અંબાજીમાં 8 એપ્રિલથી શરૂ થશે શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ, ચાલશે ત્રણ દિવસ

અંબાજીમાં 8 એપ્રિલથી શરૂ થશે શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ, ચાલશે ત્રણ દિવસ

વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે 8 થી 10 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય શ્રી 51 શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ મહોત્સવના આયોજન સંદર્ભે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, અંબાજીમાં દેશ-વિદેશમાં અલગ-અલગ જગ્યાએ માતાની 51 શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે.

દેશ-વિદેશમાં છે માતાની શક્તિપીઠ

દેશ-વિદેશમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરેમાં આવેલી માતાજીની શક્તિપીઠોમાંથી અંબાજીમાં 51 શક્તિપીઠોનું નિર્માણ થયું છે. મનુષ્યના એક જ જન્મમાં દેશ-વિદેશમાં આવેલી આ શક્તિપીઠોના દર્શન કરીને માતાના દર્શન કરવા દરેક મનુષ્ય માટે શક્ય નથી. જેના કારણે અંબાજી ગબ્બરમાં આ 51 શક્તિપીઠ બનાવવામાં આવી છે. કલેક્ટર પટેલે જણાવ્યું કે જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બરમાં આવેલી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેના કારણે અંબાજી દર્શન માટે આવતા લાખો માતાના ભક્તોને અહીં એક જ જન્મમાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે.

સવારે 9 વાગ્યાથી શરૂ થશે પરિક્રમા

સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી પરિક્રમા થશે. આ પરિક્રમાની વ્યવસ્થા જોવા માટે કુલ 14 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં આરોગ્ય સમિતિ, ઈમરજન્સી ટ્રીટમેન્ટ કમિટી, ઈમરજન્સી રિસ્પોન્સ, સેનિટેશન કમિટી, રોડ રિપેર કમિટી, પાણી પુરવઠા કમિટી, વિદ્યુત પ્રવાહ કમિટી, અંબાજી અને ગબ્બર તરફના એન્ટ્રી રોડ પર કંટ્રોલ અને પાર્કિંગ કમિટી, શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા ગબ્બર તરફ જવા માટે. માર્ગ સંચાલન સમિતિ, રસ્તાઓ પર રખડતા પ્રાણીઓના નિયંત્રણ માટેની સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, VIP પ્રોટોકોલ અને સંપર્ક સમિતિ, વિવિધ સ્થળોએથી આવતા લોકો માટે સંકલન સમિતિ અને મહા આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સંકલન સમિતિ શામેલ છે.

[quads id=1]

Related Articles

Back to top button