Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતસમાચાર

શાળાઓ ખુલવા બાબતે CM રૂપાણીએ લીધો સૌથી મોટો અને મહત્વનો નિર્ણય- અહી ક્લિક કરી જાણી લ્યો જલ્દી

CM રૂપાણીએ લીધો સૌથી મોટો મહત્વપૂર્ણ નિર્ણય આગામી 26 જુલાઇ સોમવારથી શાળાના ધોરણ -9 થી 11ના વર્ગો શરું થશે. 50 50 ટકાના આધારે વર્ગો શરૂ કરવામાં આવશે અને શાળામાં બાળકોની હાજરી ફરજિયાત ગણાશે નહિ. બાળકોએ વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે.

અગાઉ જે શાળા ખૂલવા મુદ્દે નિયમો લેવાય હતા એજ નિયમોનું ફરી પાલન કરવું પડશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. સોમવારથી શરૂ થતી શાળામાં બાળકો ફિઝિકલી ભૌતિક શૈક્ષણિક કાર્ય મેળવશે.

રાજ્યમાં કોરોના બીમારી અને સ્થિતિમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ  શૈક્ષણિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ ફરી શરૂ કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા થઈ હતી.

ઉપરોક્ત બાબત અનુસાર દરેક શાળાઓ અન્ય સંસ્થાઓ સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું  પાલન કરશે એ હેતુસર આ નિર્ણયો લેવાયો છે. હજી પ્રાથમિક શિક્ષણમાં ઓનલાઈન શિક્ષણની પ્રથા શરૂ રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં કર્યો છે.

રાજ્યમાં ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાયા છે. આગામી દિવસોમાં કોલેજમાં પરીક્ષાઓ પણ લેવાશે. હવે, 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.

કોર કમિટીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરાવવાના નિર્ણય લીધો હતો.

[quads id=1]

Related Articles

Back to top button