જમીન વિવાદમાં ડીસાના એક પરિવાર પર છરી વડે કરવામાં આવ્યો જીવલેણ હુમલો, બે લોકોના થયા મોત
બનાસકાંઠા જીલ્લાના એક ગામથી એક ભયજનક ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા બાઈવાડા ગામમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં છરી વડે હુમલો કરવામાં આવતા એક જ પરિવારના પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
તેની સાથે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ડીસા અને પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. તેમાં લોકોને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમ છતાં આ ઘટનાને લઈને હજુ કંઈપણ જાણવા મળ્યું નથી કે આ હુમલો કેમ કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો જમીન બાબતે કરવામાં આવ્યો હોઈ શકે છે. જ્યારે પોલીસ દ્વારા પરિવારની શંકાના આધારે બે શંકાસ્પદ આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના બાઇવાડા ગામમાં એક માજીરાણા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા એક જ પરિવારના પાંચ જેવા સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર ઘટના સ્થળે પર 108 ની બે ટીમો પહોંચી ગઈ હતી. તેના દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા હોસ્પિટલ તેમજ પાલનપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે લોકોને ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, મહાવીર ચેલાભાઈ માજીરાણા, અંતરાબેન મહેશભાઈ માજીરાણા અને મહેશ ગણેશભાઈ માજીરાણા સારવાર હેઠળ રહેલા છે. જ્યારે એક પુરુષ અને એક મહિલાને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ બાબત ડીસા તાલુકા પોલીસ દ્વારા કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.