IPL બાદ હવે આ લીગમાં રમશે રવિચંદ્રન અશ્વિન, જાણો ટીમ ઈન્ડિયાને કેટલો ફાયદો થશે

ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી ચુક્યા છે. તેની સાથે તેણે IPL માં પણ ખતરનાક બોલિંગ કરી છે. રવિચંદ્રન અશ્વિને હવે ક્લબની ટીમ તરફથી રમવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ અંગે તેમનું કહેવું છે કે, 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલા લાલ બોલની ક્રિકેટમાં પોતાને ઢાળવા માટે આ નિર્ણય લીધો છે. ભારતીય ટીમ એજબેસ્ટન ખાતે લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમવા માટે 15 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે.
અશ્વિને TNCA ફર્સ્ટ ક્લાસ સેમિફાઇનલ અને ફાઇનલમાં MRC A માટે રમવાનો નિર્ણય કર્યો છે. IPL માં તે રાજસ્થાન રોયલ્સ ટીમમાં હતા જે ફાઈનલ સુધી પહોંચી હતી. તેમને જણાવ્યું છે કે, “પ્રથમ શ્રેણી મેચ રમવાનો અર્થ ટી-૨૦થી લાલ બોલમાં ઢળવાનો છે. આ બધું વર્કલોડ મેનેજમેન્ટ વા છે. ઉમર અને અનુભવની સાથે તમે હોશિયાર થઈ જાવ છો.”
તેમને જણવ્યું કે, “હું તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું મારી રમતનો આનંદ માણી રહ્યો છું અને ઇંગ્લેન્ડમાં પણ આવું કરવા માંગુ છું. મને લાગે છે કે હું બેટ અને બોલથી યોગદાન આપી શકું છું. હું મારી ફિટનેસને મજબૂત રાખવા માંગુ છું.”
તાજેતરમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર અનિલ કુંબલે (619 વિકેટ) બાદ બીજા બોલર (442) બન્યા છે. રવિચંદ્રન અશ્વિને જણાવ્યું છે કે, “મેં મારી રમત પર ખૂબ મહેનત કરી છે અને હું ઘણું વિચારું છું. હું મારી રમતથી ખુશ છું અને વધુ આગળનો ટાર્ગેટ રાખતો નથી.”