રમત ગમત

મેચ ટાઈ થયા બાદ વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકાને સુપર ઓવરમાં આઠ રનથી હરાવ્યું, આ રીતે રહ્યો મેચનો રોમાંચ

વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે સાઉથ આફ્રિકાને મહિલા ટીમને બીજી વનડેમાં સુપર ઓવરમાં 8 રનથી હરાવી રોમાંચક જીત પ્રાપ્ત કરી છે. તેની સાથે આ સીરીઝમાં વેસ્ટ ઇન્ડીઝે 1-૦ ની લીડ બનાવી લીધે છે. પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકી ટીમ 160 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમે એટલા જ રન બનાવ્યા અને મેચ સુપર ઓવરમાં ચાલી ગઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ દ્વારા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સાઉથ આફ્રિકાની ઓપનર બેટ્સમેન વોલવાર્ટ અને તૈજમીન બ્રિટ્સે પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન વોલવાર્ટ 25 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તેના પછી લારા ગુડેકલ 1 અને બ્રિટ્સ 25 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ લુઅસ 46 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતો. આ રીતે 41 મી ઓવર સુધીમાં સાઉથ આફ્રિકાની ટીમ 160 રનના સામાન્ય સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. એવામાં લુઅસ સિવાય બાકીના ખેલાડી મોટા ભાગે ફ્લોપ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બોલરોની વાત કરવામાં આવે તો કોનેલ, સેલમેન, હેલી મેથ્યુસ, હેનરી અને રામહેરાકે 2-2 વિકેટ પ્રાપ્ત કરી હતી.

આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી હતી. તેની પ્રથમ વિકેટ વિલિયમ્સ (1) ના રૂપમાં પડી ગઈ હતી. ત્યાર બાદ સતત નિરંતર અંતરાલ પર વિકેટો પડવા લાગી હતી. એવામાં 86 રનના કુલ સ્કોર પર છ વિકેટ પડી જતા વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ ચેડિયન નેશન અને ચિનેલ હેનરીએ સાતમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને ટીમની જીતની આશા વધારી દીધી હતી. પરંતુ આ બંને અનુક્રમે 35 અને 26 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેના લીધે વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ 38 મી ઓવરમાં 160 રન બનાવી સમાપ્ત થઈ ગઈ અને મેચ ટાઈ રહી હતી. સાઉથ આફ્રિકા માટે અયાબોંગા ખાકાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. તેના સિવાય ક્લાસ અને સુને લુઅસે 2-2 વિકેટ પ્રાપ્ત કરી હતી.

ત્યાર બાદ સુપર ઓવરમાં મેચ ચાલી ગઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝની બેટ્સમેન ડિઆન્ડ્રા ડોટિને સાઉથ આફ્રિકાની બોલર શબનમ ઈસ્માઈલની ધોલાઈ કરતા બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 25 રન ફટકારી દીધા હતા. જેના લીધે સાઉથ આફ્રિકાની ટીમને જીતવા માટે 26 રનનો ટાર્ગેટ પાપ્ત થયો હતો. જવાબમાં સાઉથ આફ્રિકા ટીમ 1 વિકેટે 17 રન જ બનાવી શકી હતી. જેના વેસ્ટ ઇન્ડીઝે આઠ રનથી શાનદાર જીત પ્રાપ્ત કરી લીધી હતી.

[quads id=1]

Related Articles

Back to top button