Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

કોરોના થયો બેકાબૂ: રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય, 10 એપ્રિલ સુધી 8 મહાનગરમાં સ્કૂલ-કોલેજો માં ઓફલાઇન શિક્ષણ બંધ

સમગ્ર ભારત અને ગુજરાત માં વધી રહેલા વાયરસ ના સંક્રમણને નાથવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક અગત્ય નો નિર્ણય કર્યો છે. સરકારે શાળાઓ અને કોલેજો માં રૂબરૂ વિધ્યાર્થી ઑ ને આપવામાં આવતું શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે 8 મહાનગર પાલિકાઓ માં 10 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

અન્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક શિક્ષણ ચાલુ રહેશે. આમ, હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર ના આ નિર્ણયને અમલ માં લાવવા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના વધ્ધતા સંક્રમણને અટકાવવા અંગે ની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં એક મહિના પહેલાં શરૂ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગયા વર્ષે શાળાઓ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના અભ્યાસ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી.

પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો હતો અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા, પરંતુ અત્યારે 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે, જ્યારે અન્ય ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.બીજી તરફ, સ્કૂલોના સંચાલકો પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ગુજરાતમાં કોરોનાનો કેર કાબૂમાં ન આવે ત્યાં સુધી શાળાઓ બંધ રહે તેવી ઇચ્છા ધરાવતા હતા.

હાલમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ મોટા ભાગનાં બાળકો શાળાએ આવવાની બદલે ઘરેબેઠા જ એક્જામ આપી રહ્યાં છે. માતાપિતાઓ પણ સ્થિતિને જોતાં પોતાનાં બાળકોને સ્કૂલે મોકલતાં બીક અનુભવી રહ્યા છે; ત્યારે આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને કોરોના ના સંભવિત લક્ષણો જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં ચેપ લાગવાનો ભય ન રહે. જોકે હાલની સ્થિતિને જોતાં હવે બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવે તેવી શક્યતા છે.

15 માર્ચે રાજ્યનાં ચાર મહાનગરો – સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂ પૂરો થઈ ગયો હતો. પરંતુ વધતાં સંક્રમણ ને અટકાવવા ના પગલે સરકારની કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રાખવાનો  નિર્ણય લેવાયો હતો.

રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો.

[quads id=1]

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button