વ્યવસાયસમાચાર

માત્ર આ એક ઉપાયથી જીવનભર લોન ને દેવાથી મળી જશે છુટકારો

દેવાથી વ્યક્તિ માનસિક રીતે નબળો પડી જાય છે. અને દેવા માંથી બાર નીકળવા નવા નવા રસ્તાઓ અપનાવે છે. દેવું વધે ત્યારે માણસ અસ્વસ્થ બની જાય છે. અને પછી તે કઈ કામ કરી શકતો નથી. અહી અમે તમને કેટલાક ધાર્મિક ઉપાય બતાવી રહ્યા છીએ જે  તમને પૈસા કમાવવામાં અને તમારા દેવાથી છૂટકારો મેળવવામાં મદદ મળશે.

દેવા માંથી  છુટકારો મેળવવા માટે તમે મસૂરદાળ નો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી સારો આર્થિક લાભ મળે છે અને દેવું સરળતાથી ચૂકવાઈ જાય છે.  દેવું ચૂકવવા માટે,મસૂરદાળનું દાન કરવું જોઈએ અને આ દાળ મંગળવારે હનુમાનજીને અર્પણ કરવી જોઈએ. મંગળવારે સ્નાન કરીને મંદિર જવું. ત્યારબાદ  હનુમાનજીની પૂજા કરવી  અને દાળ ચઢાવવી જોઈએ. આ ઉપાય સાંજે 6 વાગ્યા પછી કરવો. આમ કરવાથી તમારું બધું ઋણ પૂરું થઈ જશે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા માનવામાં આવે છે. તે તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.  તેથીજ દરેક શુભ કામ કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.  દેવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરરોજ ગણપતિજીની પૂજા કરવી જોઈએ તેમજ ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દ્વાર પર મુકવી જોઈએ. બુધવારે આ મૂર્તિઓની સ્થાપના કરવી.

આપણાં દેશમાં શ્રીકૃષ્ણના સમયથી ગયો ચરાવવાની પરંપરા છે. જો તમે દેવાના બોજામાં દબાયેલા છો તો તમારે દર બુધવારે ગાયોને ઘાસ ખવરાવવું જોઈએ.  આ ઉપાય ઓછામાં ઓછા પાંચ બુધવાર સુધી કરવો જોઈએ. આમ કરવાથી તમે દેવાથી મુક્તિ મેળવશો.

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.તેમની પૂજા-અર્ચના કરી પ્રસન્ન કરવાથી પૈસા સાથે જોડાયેલી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.  તેથી શુક્રવારે શ્રી સૂક્તમનો પાઠ કરી લક્ષ્મીની પૂજા કરવી  અને તેમને કમળનું ફૂલ ચઢાવવું જોઈએ. આમ કરવાથી માત્ર દેવું જ દૂર નથી થતું પણ આર્થિક લાભ પણ મળે છે.

[quads id=1]

Related Articles

Back to top button