Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
અજબ ગજબરિલેશનશિપસુરત

સુરતમાં પુરુષ સર્જરી કરાવી સ્ત્રી બની ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સુરત શહેરમાં એક છોકરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે જે પહેલા છોકરો હતો. એક છોકરાથી પુરુષ સુધીની 39 વર્ષની જિંદગી જીવી લીધા પછી પોતાના અંતરની વાત સાંભળતા જ યુવકે તાત્કાલિક પરિવારના સભ્યોની સંમતિ મેળવી યુવકમાંથી યુવતી બની ગઈ. આ યુવકનું નામ સંદિપ છે અને તેણે અત્યાર સુધીમાં ત્રણ સર્જરી કરાવ્યા પછી એ સ્ત્રીના રૂપમાં આવી છે. અને પોતાનું નવું નામ પણ અલીશા પટેલ આપ્યું છે.

સ્ત્રીના રૂપમાં આવ્યા બાદ અલિશાને સુરતના જિલ્લા કલેકટર તરફથી પણ  પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સરકારે પ્રમાણપત્ર આપીને મહિલા તરીકેની માન્યતા આપી દીધી છે. સરકારી પ્રમાણપત્રના માધ્યમથી હવે તે ટ્રાન્સ વુમન બની ગઈ છે. આ પ્રમાણપત્ર સંદીપના જાતિ પરિવર્તનના ઓપરેશન પછી સ્ત્રી બન્યા બાદ પ્રાપ્ત થયું છે અને જ્યારે નવી ઓળખને સરકાર તરફથી માન્યતા મળી ત્યારે તે ખૂબ જ ખુશ છે.

પહેલા પાંચ બહેનોનો એક નાનો ભાઈ સંદીપ તે હવે પોતાની બહેનોમાં સૌથી નાની છઠ્ઠા નંબરની બહેનમાં અલીશા પટેલનો સમાવેશ થયો છે તે એક ઓરિએન્ટલ થેરાપીસ્ટ છે. સંદીપને મહિલા બનવા માટે અંદાજિત 8 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે.

સંદીપ બનેલી અલિશાએ જણાવ્યું હતું કે, 12 વર્ષની ઉંમરમાં જ મને  છોકરીને બધી જ તમામ વસ્તુઓ પસંદ આવતી ગઈ. છોકરીનો ગમતો ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવી ગયો. ધીમે ધીમે હું છોકરાની રમત કરતાં મને ઢીંગલી પસંદ આવવા લાગી હતી. ત્યારે જ ખબર પડી ગઈ કે, હું છોકરો નથી પણ કંઇક તો અલગ છું જે મને અન્ય છોકરાઓ કરતાં અલગ છું. જ્યારે હું સ્કૂલે જતી હતી ત્યારે હાફ પેન્ટ પહેરીને આવતા પરંતુ મને સ્કૂલના ગણવેશમાં લાંબી સ્કર્ટ પહેરવી ગમતી હતી.

પરંતુ હું પોતાની વાત કોઈને કહી નહોતી શકતી. મારી વાત કરવાની રીત બોડી લેંગ્વેજ, રૂચિ કે, બધુ જ હું એક સ્ત્રી જેવુ કરતી હતી મોટી થઈને મારા પરિવારમાં સ્ત્રી બનીશ. એવો વિચાર બાળપણમાં જ કર્યો હતો એ આ 39 વર્ષની ઉમરે સાકર થયું. વધુમાં અલિશાએ જણાવ્યું કે, હવે હું ગર્વથી કહીશ કે  મારી ઓળખ લોકોને જણાવી શકું છું અને એક મહિલા તરીકે કામ કરી શકું છું. જે હું અગાઉ કરી શકતી નહોતી.

[quads id=1]

Related Articles

Back to top button