ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ ખાઓ દાડમ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર
ડાયાબિટીસમાં જો આહારનું ધ્યાન ન રાખવામાં આવે તો આ રોગ વ્યક્તિને મૃત્યુના દરવાજા સુધી પહોંચાડી શકે છે. એટલા જ માટે ડૉક્ટરો ડાયાબિટીસના દર્દીઓને યોગ્ય આહારનું પાલન કરવાની સલાહ આપે છે. આમાં, દર્દીઓએ શુદ્ધ ખાંડ અને કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓથી દૂર રહેવું પડે છે, જ્યારે દાડમને આ રોગમાં શ્રેષ્ઠ ફળ હોવાનું કહેવાય આવે છે.
દાડમમાં ઘણા પ્રકારના એન્ટીઑક્સીડેન્ટ જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે તેમાં રેડ વાઇન અને ગ્રીન ટી કરતાં લગભગ ત્રણ ગણા વધારે એન્ટીઑકિસડન્ટો હોય છે, જે ડાયાબિટીસ જેવી બીમારી અને ફ્રી રેડિકલ્સ થી થતા નુકસાનને રોકવાનું કામ કરે છે. નિષ્ણાતોનો એ પણ દાવો છે છે કે દાડમના દાણા ઇન્સ્યુલિન સેંસટિવિટી ને દૂર કરી શકો છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
આ ઉપરાંત, દાડમમાં કાર્બ્સનું પ્રમાણ (100 ગ્રામ દાડમમાં 19 ગ્રામ કાર્બ્સ-કાર્બોહાઈડ્રેટ) પણ ઘણું ઓછું હોય છે. કાર્બોહાઇડ્રેટ્સના ઝડપી મેટાબૉલાઈઝડ (ચયાપચય) હોવાને કારણે, લોહીમાં ખાંશુગર લેવલ ઝડપથી વધે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓને ઓછી કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. દાડમનો અંદાજિત ગ્લાયકેમિક લોડ (GL) 18 છે, જે તેને બ્લડ શુગરને મેનેજ સંતુલિત કરવા માટે એક ઉત્તમ ફળ બનાવે છે.
‘હીલિંગ સ્પાઇસિસ’ નામના એક પુસ્તકમાં દાડમથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં પ્રાણીઓ પર કરવામાં આવેલ અભ્યાસો એ સૂચવે છે કે દાડમના ફૂલો અને તેના બીજમાંથી બનાવેલ તેલ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓએ તેનું નિયમિત સેવન કરવું જોઈએ.
દાડમ ડાયાબિટીસ સાથે સંકળાયેલી અન્ય ઘણી પરિસ્થિતિઓને સંચાલિત કરવામાં મદદરૂપ સાબિત થયું છે. એથરોસ્ક્લેરોસિસ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, સંશોધકોએ દાડમના રસની અસરોનું મૂલ્યાંકન કર્યું છે. આ માટે, સ્વયંસેવકોના એક જૂથને દાડમનો રસ આપવામાં આવ્યો હતો અને બીજા જૂથને પ્લેસીબો આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ત્રણ મહિના સુધી દરરોજ દાડમનો રસ પીતા લોકોમાં એથરોસ્ક્લેરોસિસનું જોખમ ઓછો થતો જોવા મળ્યો જે કે ડાયાબિટીસ સાથે સંકળાયેલી એક કંડીશન છે. જોકે આ અભ્યાસ ઘણો નાનો હતો, તે માત્ર 20 લોકો પર કરવામાં આવ્યો હતો.