Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સ્વાસ્થ્ય

ચોમાસા માં શરીર ને અડી પણ નહીં શકે એકપણ રોગ, ખાવા નું શરૂ કરી દો આ 10 ફળ

ચોમાસા માં વાતાવરણ કેટલું રમણીય હોય છે, જો કે બીમારીઓ ફેલાવા નો ખતરો પણ એટલો જ વધારે હોય છે. ચોમાસા ના દિવસો માં આપણું શરીરએલર્જી,ઇન્ફેક્શન અને ડાઈજેશન સાથે જોડાયેલી તકલીફો માથી પસાર થાય છે. આ બધા થી બચવા માટે આપણાં શરીર ને કેટલાક ખાસ પોષકતત્વો ની જરુરીયાત હોય છે. આ બધા જ પોષક તત્વો કેટલાક ખાસ પ્રકાર ના મૌસમી ફળો માં જ હોય છે. તો આવો તમને ચોમાસા માંશરીર ને ફાયદાકારક એવા કેટલાક ખાસ ફળો વિષે જણાવીએ .

જાંબુ – ચોમાસા માં આવતા જાંબુ શુગર લેવલ ને કંટ્રોલ માં રાખે છે. જાંબુ માં કેલેરી ની માત્રા ઓછી હોય છે. અને આ આયર્ન, ફોલેટ,પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે. ચોમાસા ના સમય માં આનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.

આલુ- બુખારા – આલુ બુખારા શરીર માં આયર્ન ની પૂર્તિ કરે છે. આમાં વિટામીન -સી ઘણી વધુ માત્રા માં હોય છે, જે હીમોગ્લોબિન લેવલ ને વધારીએનીમિયા થી બચાવ કરવાનું કામ કરે છે. આમાં નેચરલ ખાંડ સોર્બિટોલ અને પ્લાંટ ફાઈબર પણ મળી આવે છે. આના વાદળી અને લાલ રંગ માંએંથોસાયનીન હોય છે જે આપણ ને કેન્સર સામે રક્ષણ આપે છે.

ચેરી – ચેરી માં મેલાટોનિન એક એંટીઓક્સિડેંટ ના રૂપ માં હોય છે. જે આપણાં સ્નાયુ તંત્ર ને ફ્રી-રેડિકલ્સ થવા થી થતાં નુકસાન થી બચાવે છે.હાર્ટ ડિસિજ થી બચવામાટે પણ ચેરી ને ખૂબ જ ફાયદા કારક કહેવા માં આવે છે. આ બોડી ના કેલેસ્ટ્રોલ લેવલ ને ઓછું કરે છે અને કેન્સર રોધક ગુણો થી ભરપૂર હોય છે.

પીચ – વિટામીન -એ , વિટામિન-બી , વિટામિન -સી અને કેરેટીન થી ભરપૂર પીચ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ માટે ઘણી ફાયદાકારક માનવા માં આવે છેઆ આપણી આંખો, અને ત્વચા માટે ઘણી ફાયદાકારક હોય છે. જો કે આમાં ફાઈબર ની માત્રા વધારે હોવાથી આ વજન ઘટાડવા માં મદદ કરે છે.

નાશપતી – વિટામિન થી ભરપૂર નાશપતી થી શરીર ને ઘણા ફાયદા થાય છે. આમાં રહેલ પોષક તત્વો શરીર ને ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે.ચોમાસામાં હ્યુમિડીટી ઘણી વધી જાય છે, જેના લીધે બીમાર પડવાનો ખતરો પણ વધી જાય છે. આવા માં નાશપતી શરીર માટે ઘણું જ ફાયદાકારકસાબિત થઈ શકે છે.

લીચી- લીચી ચોમાસા ના સમય માં ખવાતું એક સ્વાદિષ્ટ ફળ છે. આમાં વિટામિન -સી, વિટામિન-બી ,પોટેશિયમ અને એંટીઓક્સિડેંટ સાથે ફાઈબર પણ મળી આવે છે.લીચી આપણાં શરીર માં એન્ટી બોડી અને ઇમ્યુન સિસ્ટમ ને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. આમાં શરીર ને શરદી-તાવ થી બચાવ માટેના ગુણ હોય છે.

દાડમ- દાડમ શરીર ને શરદી, ફ્લૂ વગેરે જેવા ઘણા સંક્રમણો થી બચાવે છે. આમાં રહેલ એંટીઓક્સીડેંટ ચોમાસા માં શરીર ને સંક્રમણ થી બચાવવાનું કામકરે છે. સ્ટડી થી સામે આવ્યું છે કે દાડમ પાચન તંત્ર અને અને પેટ ના કેન્સર ની કોશિકાઓ નો સોજો ઓછો કરે છે. ફળો નો અર્ક કેન્સર કોશિકાઓ ને ફેલાવા થી રોકે છે.

સફરજન – રોજ એક સફરજન તમને ડોક્ટર થી હમેશા દૂર રાખશે. ડોક્ટર્સ પોતે પણ માને છે કે રોજ સવારે એક સફરજન ખાવા થી તમામ બીમારીઓ દૂર રહે છે.આ ઇમ્યુન સિસ્ટમ ને મજબૂત કરે છે. અને શરીર ની બળતરા અને સોજા ઓછા કરે છે. સફરજન માં પેક્ટિન, ફાઈબર, વિટામિન-સી અને કે મળી આવે છે.

કેળા- કેળા માં ભરપૂર માત્રા માં ફાઈબર હાજર હોય છે જે પાચન ક્રિયા ને વધુ સારી બનાવે છે. જો તમે રોજ કેળા ખાવ છો તો તમારી પાચન ક્રિયા સારી રહેશે.આપણાં શરીર ને પૂરતી માત્રા માં વિટામિન બી6 ની જરૂર હોય છે જેથી હિમોગ્લોબિન અને ઇન્શુલીન નું નિર્માણ થઈ શકે. કેળા માં આ પોષકતત્વો હોવાથી શરીર ની આ જરૂરિયાત ની પૂર્તિ થઈ જાય છે.

પોપૈયું– પોપૈયા માં વધુ માત્રા માં ફાઈબર હોય છે. સાથે જ વિટામીન સી અને એંટીઓક્સિડેંટ થી પણ ભરપૂર હોય છે. પોતાના આ ગૂણો ના લીધેજ આ કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલ કરે છે. રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોય તો બીમારીઓ દૂર રહે છે. પોપૈયું તમારા શરીર માટે જરૂરી વિટામીન સી ની માંગ ને પૂરી કરે છે, આવા માં જો તમે રોજ કેટલીક માત્રા માં પોપૈયું ખાવ છો તો તમારી બીમાર પડવાની આશંકા ઓછી થઈ જશે.

[quads id=1]

Related Articles

Back to top button