Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંધાર્મિક

ઘરની દીવાલ પર ઊગે પીપળાનું ઝાડ, તો જાણી લ્યો આ મહત્વની વાત, ક્યારે પણ ના કરો આ કામ

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પીપળાના ઝાડને ક્યારે ઘરમાં ન રોપવું અને જો ઘરની દીવાલમાં ઊગ્યો હોય અથવા ઘર આંગણે તો તેને ત્યાંથી દૂર કરવામાં આવે છે. કારણ શું તે હજી સુધી કોઈએ કહ્યા નહિ ? અલગ અલગ પ્રકારની વાતો થતી રહે છે.એના વિષે જાણીએ.

જો પીપળા ના ઝાડનું છોડ આપણા ઘરની દીવાલ પર ઉગતો જણાય, તો તરત જ તેને પૂજા અર્ચના કરીને પછી કોઈક વ્યવસ્થિત ફૂલ છોડના કુંડામાં રોપી દેવું જોઈએ. છોડ કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેના મૂળિયાઓ ના કપાય, કારણ કે એવું માનવામાં આવે છે કે તેના મૂળ માં ત્રિદેવોનો વાસ હોય છે. આથી શુભ પ્રસંગે પૂજા થયા બાદ પીપળાને પાણી અર્પણ કરવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પીપળાનું ઝાડ એક દેવી-દેવતા તથા પિતૃઓનો આશ્રય સ્થાન છે, જેમાં આપણા ભગવાન બિરાજે છે જેના કારણે આપણે પીપળાની ભાવપૂર્વક દરરોજ બે સમયે પૂજા કરવી જોઈએ. અને જે પણ તેની પૂજા કરે છે તેને જીવનમાં વિકારોથી દૂર રેહવું જોઈએ.પીપળના છોડને કુંડામાં ઉગાડ્યાં પછી કોઈ મંદિરમાં જઈને મૂકી દો.

તમારા ઘરમાં પીપળો ઉગી જાય તો તેને કાપવો ન જોઈએ. તેનાથી તમારા લગ્ન જીવનમાં દુ:ખ પણ આવી શકે છે.આ જ એક મુખ્ય કારણ છે કે શાસ્ત્રોમાં પીપળાના ઝાડને ઘરમાં ઉગાડવાની મનાઈ કરવામાં આવી છે, અને જો તે પોતાની મેળે ઉગી આવે તો તેનો અનાદર કરી ને તેને કાપી નાખવું નહિ. તેને વિધિ અનુસાર પૂજા અર્ચના સાથે કાઢીને તેનું સ્થળાંતર કરવું.

હિન્દુ ધર્મમાં બધી વનસ્પતિ દેવી-દેવતાઓ સાથે સંકળાયેલી છે, કારણ કે તેમાં ખૂબ ઉચ્ચ ગુણો છે. પીપળો પણ એક એવું જ વૃક્ષ છે. વાસ્તવિકતા એ છે કે પીપળ વૃક્ષ ખૂબ જ શુભ છે. પીપળએ શ્રીકૃષ્ણનું પ્રિય વૃક્ષ છે. ગીતામાં શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હું ઝાડમાં એક પીપળ છું.

વેદોમાં પીપળાને ઉપાસક પણ કહેવામાં આવ્યો છે. તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવનો વાસ છે, સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે પીપળાના મૂળમાં વિષ્ણુ, થડમાં કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં શ્રીહરિ અને ફળમાં બધા દેવતાઓ રહેલા છે. શાસ્ત્રોમાં તે દેવી છોડ તરીકે વર્ણવવામાં આવ્યું છે.

પીપળાનું ઝાડ ઘરમાં ન લગાવવાનું કહેવામાં આવે છે. પરંતુ હકીકતમાં તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તેનું આયુષ્ય ખૂબ જ લાંબુ છે અને તેના મૂળિયા પણ વધતાં રહે છે. ઉપરાંત, તે જમીનમાં ઊંડાણ સુધી તેના મૂળયા ફેલાય છે. જો પીપળો ઘરમાં લગાવવામાં આવે તો તેના મૂળ ધીરે ધીરે ફેલાતા રહેશે અને ઘરની જમીન અને દિવાલો તોડીને બહાર આવી જશે.

લોકોને ઘરમાં ઉગાડવાની ના પાડે છે.કારણ કે તેનાથી ઘરને નુકસાન થશે.પરંતુ સત્ય એ છે કે ઘરમાં પીપળાની હાજરીને કારણે, ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં ફેરવાય છે. ઘરમાં પીપળા રાખવું ખૂબ જ શુભ છે. તમે તેને ઘરના કુંડામાં લગાવી શકો છો, જેથી તેની શુભતા પ્રાપ્ત થાય અને ઘરની દિવાલોને નુકસાન ન થાય.

પીપળ વૃક્ષ ભગવાન વિષ્ણુનું જીવંત સ્વરૂપ છે, જે માનવો અને પૂર્વજોનો ઉદ્ધાર કરે છે. પીપળના ઝાડ નીચે કરવામાં આવેલો જાપ, તપ, યજ્ઞ, ધાર્મિક વિધિઓ ખૂબ શુભ માનવામાં આવે છે અને ફળપ્રાપ્તિ રૂપ છે.જ્યોતિષ શાસ્ત્રમાં પણ પીપળના ઝાડનો ખૂબ મહિમા છે.શનિને લગતી સમસ્યાઓ માટે પીપળાના ઝાડ વાવવા, પાણી આપવું વગેરેના ઉપાયો જણાવવામાં આવ્યા છે.

પીપળમાં રાત્રે ખાસ પ્રકારની ક્રિયા કરવાની લાક્ષણિકતા છે, જેના કારણે પીપળ પણ રાત્રે ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જ્યારે અન્ય વૃક્ષો ઉત્પન્ન કરતાં નથી. પીપળના મૂળમાં જેટલું પાણી આપવામાં આવે છે, તે વધુ ઓક્સિજન ઉત્સર્જન કરશે. આ જ કારણ છે કે પીપળાને પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

[quads id=1]

Related Articles

Back to top button