Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

પાણીપુરી જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ચાલો જાણીએ કે બિહાર સાથે તેનો શું સંબધ છે.

પાણીપુરી એ ડોર છે તે ઘણી બધી વિભિન્નતાઓ હોવા છતાં પણ આપણને એક બીજા સાથે જોડાયેલ રાખે છે.કોઈ પણ રાજ્યમાં જાવ તમને ત્યાંના ફૂડ માર્કેટમાં પાણીપુરીતો જોવા મળશે જ ભલે તેને ત્યાં કોઈ બીજા નામથી બોલવામાં આવે ગોલગપ્પા, પાણી બતાસે ફુચકા, ગુચચુપ, પાણી ટીક્કી બધું એક જ છે.

લોટ અથવા સોજીમાંથી બનેલી કુરકુરી પુરી અને આમલી – ફુદીનાનું પાણી.બટાકાના મસાલા સાથે તે સંપૂર્ણ બને છે. બધા રાજ્યો એ તેના નામ સિવાય તેના સ્વાદને પણ પોતાની રીતે બનાવ્યો છે.એ તમને એક પાણી પુરી ખાતા જ ખબર પડી જાય છે. પાણીપુરી એકદમ દેશી છે. ઈતિહાસની બુકમાં તેને બનાવનારનો ઉલ્લેખ તો નથી પણ એમાં કોઈ શક નથી કે તે ભારતની જ એક શૉધ છે.

ગ્રીક ઇતિહાસકાર Megasthenes અને ચીની બૌદ્ધ યાત્રી Faxian અને Xuanzangની બુકમાં જોવા મળ્યું છે કે પાણીપુરીના પૂર્વજો ફુલકી સૌથી પહેલા ગંગા નદીના કિનારે વસેલા મગધ સામરાજ્યમાં બનાવામાં આવી હતી ત્યારે બીજા પણ સ્થાનીય ખાદ્ય પદાર્થો બનાવવામાં આવતા હતા.પિત્તો,,તિલવા, ચેવડો વગેરે જગ્યાની વાત કરીએ તો તેને આજે બિહાર કહેવામાં આવે છે.

પાણી પુરીની મહાભારત

પાની પુરીની એક કહાની મહાભારત સાથે પણ સંબંધિત છે. નવી નવેલી પુત્રવધૂ દ્રૌપદી પહેલી વાર ઘરે આવી ત્યારે કુંતીએ પરીક્ષા લેવા માટે તેને એક પકવાન બનાવવા કહ્યું.સામગ્રીમાં, વધેલા બટાકાનું શાક અને થોડોક જ લોટ જેનાથી એક જ પુરી બનાવી શકાય. કુંતીએ એમ પણ કહ્યું હતું કે ભોજન એવું હોવું જોઈએ કે તે ખાધા પછી તેના પાંચ પુત્રોનું મન સંતુષ્ટ થાય. આ પરીક્ષા દ્વારા કુંતી એ જોવા માંગતી હતી કે, દ્રૌપદી મુશ્કેલ સંજોગોમાં ઘર સંભાળી શકે છે કે નહીં.

દ્રૌપદીએ તેની રસોઈની કલા અને જ્ઞાનનો ઉપયોગ કરીને પાણી પુરી બનાવી. પાણીપુરી થી ખુશ થઇને કુંતીએ તેને અમરત્વનો વરદાન આપ્યુંહવેથી જ્યારે પણ તમે પાણીપુરી ખાવ ત્યારે ત્યારે દ્રૌપદીનો આભાર જરૂર માનજો.

[quads id=1]

Related Articles

Back to top button