આલિયા-રણવીરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરથી કેટલીક તસવીરો આવી સામે, તમે જોઇ?

આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે લગ્ન કર્યાના થોડા જ દિવસો બાદ કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પર પાછી ફરી હતી. ફિલ્મના શૂટિંગ માટે નીકળતી વખતે આલિયા એરપોર્ટ પર જોવા મળી હતી. આલિયા ફિલ્મમાં રણવીર સિંહ અને શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.
જ્યારે નેટીઝન્સ પહેલાથી જ સ્ટાર કાસ્ટના લૂકની ઝલક મેળવી ચૂક્યા છે, ત્યારે તાજેતરમાં જ ફિલ્મ સાથે સંબંધિત કેટલીક તસવીરો જોવા મળી હતી. વાસ્તવમાં, બંગાળી અભિનેત્રી ચુર્ની ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. તસ્વીરોમાં ચુર્ની આલિયા, રણવીર, કરણ અને શબાના આઝમી સાથે જોઈ શકાય છે.
View this post on Instagram
ચુર્ની ગાંગુલીએ લગભગ 3 દિવસ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરી હતી, જેના પર લગભગ પંદરસો લાઈક્સ આવી છે. એક ફોટોમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ ચુર્ની સાથે બેઠેલા જોવા મળે છે.
તસવીરો શેર કરતી વખતે ચુર્નીએ લખ્યું, ‘ધર્મેન્દ્ર જી, જયા બચ્ચન, શબાના આઝમી, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરવા માટે ઉત્સાહિત છું. કરણ જોહર ‘રોકી અને રાનીની લવસ્ટોરી’નું નિર્દેશન કરી રહ્યા છે.