બિગ બોસ 15: ટીના દત્તાએ રશ્મિ દેસાઈ સાથે કરી છેતરપિંડી, આ હસીનાના હાથમાં જોવા માંગે છે ટ્રોફી
જેમ જેમ બિગ બોસ 15નો ફિનાલે નજીક આવી રહ્યો છે, તેમ તેમ દરેક જણ વિજેતાના નામનો અંદાજ લગાવી રહ્યા છે. હાલ બિગ બોસ 15ના ઘરમાં કુલ 6 સભ્યો બચ્યા છે. ગત રાત્રે રાખી સાવંત શોમાંથી બહાર થઈ ગઈ છે અને તેની વિદાય બાદ હવે બિગ બોસ 15ની ટ્રોફી માટે માત્ર 6 લોકો જ એકબીજા સાથે ટકરાશે. સીરિયલ ઉતરનમાં લીડ રોલ કરનારી હસીના ટીના દત્તા પણ બિગ બોસ 15ને ફોલો કરી રહી છે અને હવે તેણે પણ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે તે કોને વિનર તરીકે જોવા માંગે છે?
ઘણા લોકો એવું વિચારશે કે ટીના દત્તા તેની કો-સ્ટાર રહી ચૂકેલી અભિનેત્રી રશ્મિ દેસાઇને સપોર્ટ કરશે. તમને જણાવી દઈએ કે ટીના દત્તા પોતાની કો-સ્ટાર નહીં પરંતુ શમિતા શેટ્ટીને વિજેતા બનતી જોવા માંગે છે. ટીના દત્તાએ શમિતા શેટ્ટીના સમર્થનમાં એક ટ્વીટ પણ કર્યું છે, જે ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, “એક એવી યાત્રા જે જોવાની મજા આવે છે. સુંદર અને સ્પાર્કથી ભરપૂર. મને આશા છે કે શમિતા તમને બિગ બોસ ૧૫ ની ટ્રોફી સાથે જોશે. અઢળક પ્રેમ.”
A journey worth watching. Graceful, elegant and full of spark. #ShamitaIsTheBoss!! Hoping to see you @ShamitaShetty with the #BiggBoss15 trophy. Much Love and Luck #ShamitaShetty #BB15
— Tinaa Dattaa (@iamTinaDatta) January 25, 2022
જો તમે જોશો તો ફિનાલેમાં શમિતા શેટ્ટીને જોરદાર ટક્કર આપનારાઓની યાદી લાંબી છે. માનવામાં આવી રહ્યું છે કે શમિતા શેટ્ટીને ફિનાલેમાં કરણ કુંદ્રા, પ્રતિક સેહજાપાલ અને તેજસ્વી પ્રકાશથી આકરી સ્પર્ધા મળી શકે છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં પ્રતિક, તેજસ્વી અને કરણનું નામ સૌથી ઉપર આવી રહ્યું છે. ચાહકોનું માનવું છે કે ફિનાલેમાં આ ત્રણ જ પહોંચશે. હવે જોવાનું એ રહેશે કે શમિતા શેટ્ટી ટીનાની અપેક્ષા પર ખરા ઉતરી શકશે કે નહીં?