Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સ્વાસ્થ્ય

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય લક્ષણોમાં પેટમાં એસિડ બનવું, પેટ ફૂલવું, ગેસ થવો, મન ઘભરાવવું, ગળા અને છાતીમાં બળતરા કે દુ:ખાવો થવો વગેરે છે. માણસના પેટમાં એસિડ વધારે બનતા છાતીમાં બળતરા વધવા લાગે છે, જે પછી એસીડીટીમાં ફેરવાય જાય છે.

આપણી રોજીંદા ખાવા પાવાની ખોટી ટેવોના કારણે પેટની સમસ્યાઓનો આપણે અવારનવાર સામનો કરવો પડતો હોય છે. જો કે ઓછી માત્રામાં પાણી પીવું, કલાકો સુધી એક જ સ્થાન પર બેઠા રહેવું, પૌષ્ટિક વસ્તુઓનું સેવન ન કરવું વગેરેના કારણે પેટમાં બળતરા અને ગેસની સમસ્યાઓ જોવા મળે છે.

એક સંશોધન મુજબ પેટમાં બળતરા અથવા એસીડીટી (ગેસ) થવી અને એની દવાઓ ગળવી એ લાંબા ગાળે કીડની માટે નુકશાનકારક સાબિત થાય છે. આવામાં પેટની બળતરા અને અન્ય સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમારા ડાયટ પ્લાનમાં બદલાવ લાવવાની જરૂર છે. તો આજે અમે આપને જણાવી રહ્યા છીએ એ વસ્તુઓ વિશે જેનું આહારમાં સેવન કરવાથી પેટની બળતરા અને એસીડીક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે.

આદુ (અદરક)

આદુ એ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આદુનું સેવન આહારમાં કરવાથી પેટની ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. નિયમિત રૂપે 1 ટુકડો રોજ આહારમાં લેવાથી તમને અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. આમ કરવાથી પેટમાં થનારી બળતરા, દુઃખાવો અને ગેસ (એસીડીટી) જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ સાથે જ આદુના ઉપયોગથી કેંસર જેવા રોગો સામે પણ રક્ષણ મળે છે.

દહીં

દુધની બનાવટ વાળી વસ્તુઓમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમથી ભરપૂર દહીંનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, અને પેટની બળતરા પણ દૂર થાય છે. શરીરમાં દહીંની હાજરી પેટને એસિડ બનાવતા અટકાવે છે. દહીંને પ્રોબાયોટિક ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. આ પ્રોબાયોટિક તત્વો પેટમાં સ્વસ્થ બેક્ટેરિયા બનાવે છે. દિવસ દરમિયાન દહીં ખાવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ફાઇબર યુક્ત ખોરાક

ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરવાથી આપણી પાચન ક્રિયા મજબૂત બને છે. આવા ખોરાક પેટની તંદુરસ્તીને જાળવી રાખે છે તેમજ કબજિયાતથી રાહત આપે છે. ઘણી વાર કબજીયાતની સમસ્યાના કારણે પેટમાં બળતરા થાય છે, અને ગેસની સમસ્યા પણ રહે છે. એવામાં ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરવાથી લાભ થાય છે. આ માટે સફરજન, નાશપતી, ગાજર, કેળા, લીલા શાકભાજી, આખા અનાજ, કઠોળ વગેરેનો સમાવેશ ખોરાકમાં કરવો જોઈએ.

સુકા મેવા (ડ્રાયફ્રુટ્સ)

નિયમિત રૂપે 1 મુઠ્ઠી ડ્રાયફ્રુટ ખાવા એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સુકા મેવા શરીરને રોગોના સંક્રમણમાં આવવાથી રોકે છે. ડ્રાયફ્રુટનું નિયમિત સેવન પેટના સ્વાસ્થ્યને જાળવવામાં ખુબ જ મદદરૂપ થાય છે. આમ કરવાથી ગેસ, કબજિયાત, બળતરા વગેરેની ફરિયાદ પણ ઓછી જોવા મળે છે. આ માટે દરરોજ ડ્રાયફ્રૂટ, અખરોટ, કાજુ, બદામ, ખજૂર વગેરે જેવા સુકા મેવાનું સેવન કરવું જોઈએ.

ઓટમીલ (દળિયું)

ઓટમીલને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સુપર ફૂડ માનવામાં આવે છે. દળીયાના સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. દળીયાના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યા સાથે છાતીમાં થતી બળતરાથી પણ રાહત મળે છે. પૌષ્ટિક ગુણોથી ભરપુર દળીયાનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ અને સુદ્રઢ બને છે.

વરિયાળી

ભોજન કર્યા બાદ જો થોડી વરિયાળી ખાવામાં આવે તો પેટમાં બળતરા અને એસિડ બનવાની સમસ્યા થી બચી શકાઈ છે.

જીરું

જીરું એસિડ ને બનતું રોકે છે જેથી દરરોજ એક ચમચી જીરું કાચું ચાવીને ખાઈ લો બાદમાં થોડા સમય પછી નવસેકા પાણી પી લો. આવું કરવાથી એસિડિટીથી અને બળતરાથી રાહત મળે છે.
.
તુલસી

તુલસીના સારા સારા પાન તોડી ને પાણીમાં ઉકાળી લો અને બાદમાં આ પાણી ને ઠંડુ કરીને પીવો ઍસિડ બનતું અટકી જશે.ગોળગોળ નું મુખ્ય કામ છે પાચન ક્રિયા માં વધારો કરવાનું, જેથી રોજ જમ્યા પછી બે ગાંગડી ગોળ ખાવો.

આ બધા ઉપાયો સિવાય ખાસ ઉપાય છે હળદર

મસાલાના રૂપમાં વપરાતી હળદરની યોગ્ય માત્રા પેટમાં બળતરા અને અલ્સરની સમસ્યાને દૂર કરવામાં કારગર હોય છે. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર આ નિષ્કર્ષ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે નવી ઔષધિઓના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.દેશમાં હળદરનો પ્રયોગ એન્ટીસેપ્ટિકના રૂપમાં લગભગ 3000 વર્ષથી થઇ રહ્યો છે. હળદરનો પીળો રંગ કુરકમિન નામના અવયવને કારણે હોય છે અને તે જ ચિકિત્સામાં પ્રભાવી હોય છે.

સંશોધન દળની પ્રમુખ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ બાયોલોજી(આઈઆઈસીબી)ની વરિષ્ઠ વૈજ્ઞાનિક સ્નેહાસિક્તા સ્વર્ણકારે જણાવ્યું, “કુરકમિન પેટની બીમારીઓ જેવી કે બળતરા અને અલ્સરમાં ઘણું પ્રભાવી રહ્યું છે. જોકે તેની ઓછી માત્રા પ્રભાવી નથી રહી જ્યારે વધુ માત્રાથી સ્થિતિઓ બગડી શકે છે. અમે કુરકમિનની યોગ્ય માત્રા શોધી કાઢી છે જેનું સેવન ઇલાજની દ્રષ્ટિએ લાભદાયક છે.”

[quads id=1]

Related Articles

Back to top button