રાજકોટ

પત્ની ત્રીજા માળે હેન્ડ્સ ફ્રી ભરાવીને ગીતો સાંભળતી પતિએ ધક્કો મારીને ઉતારી મોતના ઘાટ, જાણો… કારણ

રાજકોટના ધોરાજીમાં આવેલ ચિશ્તિયા કોલોનીમાં રહેતા પતિએ તેની પત્નીને ધાબા પરથી ધક્કો મારીને નીચે ફેંકી દઈ હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે. આ અંગે ધોરાજી પોલીસને જાણ થતા જ દોડી આવી હતી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ હત્યા બાદ આરોપી પતિ જાતે જ ગુનો કબૂલી લીધો હતો. જે તેના પતિએ પોલીસ સમક્ષ ધક્કો માર્યાની કબૂલાત આપી છે.

આ ઘટના અંગે ધોરાજીના પોલીસ ઈન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જીન્નતબેનના પુત્રની 29 જુલાઈના રોજ સગાઈ હતી. બહાર જવાનું હોવાથી જીન્નતબેનના ભાઈ જાકીર સીદ્દીકીએ બસ ભાડે કરી આપી હતી. આ વાતથી ઈમ્તિયાઝ રોષે ભરાયો હતો અને પોતે બસની વ્યવસ્થા કરી શકવા સક્ષમ હોવાનું જણાવી પત્ની સાથે ઝઘડો કર્યો હતો.

દરમિયાન જીન્નતબેન અગાસીની પાળી પર બેઠા હોય જૂની વાતથી ગુસ્સામાં રહેલી ઈમ્તિયાઝે તેઓને ધક્કો મારી નીચે પછાડી દઈ હત્યા કરી નાખી હતી. તેના પતિ ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર આદમે જીન્નતબેનને ધક્કો મારી ત્રીજામાળેથી નીચે ફેંકી દેતા તેઓનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજયું હતું.

મૃતકની બહેને જણાવ્યું હતું કે, હું તો સૂતી હતી ત્યારે મારી નણંદની દીકરી મને બોલાવા આવી કે, તમારી બહેન પડી ગઈ છે. મેં પૂછ્યું શું થયું તો તેણે કહ્યું કે ચક્કર આવ્યા. તેમના ઘરે પહોંચી તો ખબર પડી કે, તેના પતિએ જ મારી બહેનને ધક્કો મારી દીધો હતો.

[quads id=1]

Related Articles

Back to top button