રાજકોટ

રાજકોટમાં પરિણીતાએ પતિનું લેપટોપ ચેક કરતાં તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી

રાજકોટની 29 વર્ષની પરિણીતાના વર્ષ 2011માં સિદ્ધાર્થ દોશી નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયા તરફથી મળી રહેલા ત્રાસ અને પતિની ખોટી આદતો અને સ્ત્રી સાથેના સંબંધથી કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પરિણીતાના લગ્ન રાજકોટમાં થયા બાદ તે પતિ સાથે પુના રહેવા માટે ગઈ હતા. તેમ છતાં ત્યાર બાદ તેઓ કોલકાતામાં આવી ગયા હતા અને અહીં સાસુ સાથે સંયુક્ત પરિવારમાં રહી રહ્યા હતા. લગ્નના એક મહિના બાદ રાધિકાને જાણ થઈ કે તેના પતિ સિદ્ધાર્થને દારુ પીવાની, જુગાર રમવાની અને પર સ્ત્રી સાથે સંબંધો રાખવાની ખોટી આદતો રહેલી છે. પરિણીતાએ પતિને આ આદતો છોડવા માટે કહ્યું તો તેણે ઝઘડા કરવાનું શરુ કરી દીધું હતું અને મારામારી પણ શરુ કરી દીધી હતી. આ કારણોસર પરિણીતાએ પતિની આદતો વિશે સાસુને વાત કરી તો સાસુએ તેમને સમજાવવાના બદલે તેને પ્રોત્સાહન આપવાનું કામ શરુ કર્યું હતું.

કોલકાતામાં પાડોશમાં રહેનાર નણંદ દિપાલી દ્વારા પણ ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો. રાધિકાએ દીકરીને જન્મ આપ્યો તો નણંદ-નણદોઈએ ઘરે આવીને જણાવ્યું હતું કે, “અમારે પૂત્ર જ જોઈતો હતો, અમારે દીકરી જોઈતી નથી.” આ બાબતમાં વારંવાર રાધિકાને મેણાંટોણાં પણ મારવામાં આવી રહ્યા હતા. તેમ છતાં દીકરીના ભવિષ્ય વિશે વિચારતા તેમણે બધું મુંગા મોઢે સહન કરવાનું શરુ કરી દીધું હતું. ત્યાર બાદ આ પછી સાસુ અને નણંદ-નણદોઈ દ્વારા સતત ત્રાસ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી પરિણીતાના પતિ સાથે 2017 માં રાજકોટ આવી ગઈ તેમ છતાં પતિની કુટેવોમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને પતિ નાની-નાની બાબતમાં ઝઘડા કરીને ત્રાસ આપવાની સાથે તે ફરીથી કોલકાતા ચાલ્યો ગયો હતો.પરિણીતા દ્વારા કોલાકાતા ગયેલા પતિને જ્યારે ફોન કરવામાં આવતો તો પણ તેઓ યોગ્ય રીતે વાત નહોતા કરતા અને પોતાનું ધાર્યું જ કરતા હોવાનું ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે.

ત્યારે પરિણીતાએ સાસુ તથા નણંદને પતિને રાજકોટ મોકલવા માટે સમજાવવા જણાવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, અમે સિદ્ધાર્થને રાજકોટ આવવા દેશું નહીં અને અમે તેના બીજા લગ્ન પણ કરાવી નાખીશું. જ્યારે પરિણીતાએ પતિને દીકરીની સ્કૂલ ફી ભરવાની વાત કરી તો તે રાજકોટ આવી ગયા હતા.

આ દરમિયાન પરિણીતાએ સિદ્ધાર્થના લેપટોપમાં અન્ય સ્ત્રીઓના ફોટો પણ જોયા હતા અને તેના વિશે પૂછ્યું તો બન્ને વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો અને સિદ્ધાર્થ દીકરી તથા પત્નીને મૂકીને ત્યાં ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ પરિણીતાએ પતિ સહિત સાસુ અને નણંદ-નણદોઈ સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે.

[quads id=1]

Related Articles

Back to top button