ગુજરાતસમાચાર

મારે ધંધો શરૂ કરવો છે, પીયરમાંથી ત્રણ લાખ લાવ, રાજકોટમાં પરિણીતા ઉપર અત્યાચારનો વધુ એક કેસ

રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી તેમનું ઘર છોડ્યું છે. તો સાથે જ સમાધાન ન થતાં પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરમાં માવતર રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં આઈપીસીની કલમ 323, 504, 498 (ક) તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પરણીતાએ મહિલા પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ના લગ્ન અમદાવાદ ખાતે રહેતા જતીનભાઈ પટવા નામના વ્યક્તિ સાથે વર્ષ 2008 માં થયા હતા. લગ્ન જીવન શરૂ થયાને એક વર્ષ સુધી બધું ખૂબ સારી રીતે ચાલ્યું હતું. પરંતુ લગ્નજીવનને એક વર્ષ વિત્યા બાદ સ્ત્રીઓમાં શારીરિક-માનસિક ત્રાસ આપવાનું તેમજ પિયરીયાથી પૈસા લાવવાનું કહી ટોર્ચર આપવામાં આવતું હતું.

પરિણીતાએ જણાવ્યું હતું કે ‘લગ્નના એક વર્ષ વિત્યા બાદ મારા પતિ કોઇપણ જાતનો ઘરખર્ચ આપતા નહીં. સાસરીયા પક્ષ માં હું મારા જેઠાણી નણંદ સાસુ સસરા સહિત સહકુટુંબ માં રહેતી હતી. હું બીમાર પડું ત્યારે મારા પતિ મારી સારવાર કરાવતા નહીં. તેમજ ભૂતકાળમાં મારા પતિએ મને કહ્યું હતું કે મારે ધંધો શરૂ કરવો છે તારા માવતર થી ત્રણ લાખ લઇ આવ સંતાનમાં હાલ મારે બાર વર્ષનો દીકરો છે તેને પણ મારા પતિ મારા પિયરિયામાં મારી પાસે મૂકી ગયા છે.

મારા પતિ પૈસાની તો માંગણી કરતા જ સાથોસાથ છૂટાછેડા આપી દેવાની પણ ધમકી આપતા હતા. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં સમાધાન કરવા માટે ની અરજી આપેલ હતી. પરંતુ કોઈપણ જાતનું સમાધાન ન નીકળતા આખરે મારે મારા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.’ ત્યારે આખરે પરિણીતાને ન્યાય મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

[quads id=1]

Related Articles

Back to top button