અમદાવાદમાં રમાનાર મેચમાં એવું તો શું થયું કે હાર્દિક પંડ્યા દર્શકો પર ભડકી પડ્યો, જાણો શું છે આખો મામલો….
અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 મેચ 12 તારીખે રમવામાં આવી હતી. જેમાં ભારતના ખેલાડીઓનો પરાજય થયો હતો. ટુંકમાં કહીએ તો ભારતીય ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં હાર્દિક પંડ્યા મેદાન પર ગુસ્સે થઈ ગયો હતો. જેના તેણે ઈશારો કરીને નારાજગી દર્શાવી હતી.
આ મેચમાં અક્ષર પટેલ બોલિંગ નાખતો હતો અને ઇંગ્લેન્ડ ખેલાડી બટલર આ બોલ પર સિક્સ મારે છે. જેના બાદ બોલ દર્શકો પાસે જઈને પડે છે અને હાર્દિક પંડ્યા તે બોલ માંગવા જાય છે પંરતુ દર્શકો તે બોલ આપવામાં થોડોક સમય લગાડે છે, જેના પર હાર્દિક ગુસ્સે થાય છે.
હાર્દિક નો ગુસ્સો જોઈને દર્શકોએ તરત જ બોલ આપી દિધો હતો, ત્યારબાદ તેને એમપાયાર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો, અને ફરી મેચ શરુ થઇ હતી.
પ્રથમ ટી 20 ઇંગ્લેન્ડ સામે મેચમાં ભારતે ટોસ જીત્યો હતો અને 20 ઓવર માં 124 રન બનાવ્યા હતા. જેના પછી સામેની ઇંગ્લેન્ડ ટીમે 125 રન 15.5 ઓવરમાં બનાવી લીધા હતા અને વિજય પ્રાપ્ત કર્યો હતો.