Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
બોલિવૂડ

ઉત્તરાખંડ હોનારતમાં ગુમ થયેલ મજૂરોના પરિવારને નેહાએ ૩ લાખની મદદ કરી

ઈન્ડિયન આઈડલ ૧૨નો અપકમિંગ એપિસોડ મિશ્રિત લાગણીવાળો રહેવાનો છે. કારણ કે, શોના જજ વિશાલ દદલાની, હિમેશ રેશમિયા અને નેહા કક્કડ તેમના પહેલા પર્ફોર્મન્સ વિશે વાત કરતાં જાેવા મળશે. આ સિવાય, ત્રણેય તેમના કરિયરમાં થયેલા અનુભવ અંગે પણ કેટલીક વાતો કરશે. ઈન્ડિયન આઈડલ ૧૨ના મેકર્સે આ વીકએન્ડના એપિસોડને હોસ્ટ કરવા માટે હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહની પોપ્યુલર જાેડીને બોલાવી છે. શો દર અઠવાડિયે થીમ પર પર્ફોર્મન્સ માટે જાણીતો છે. આ વખતે એક એપિસોડની થીમ ઈન્ડિયા કી ફરમાઈશ છે.

જ્યાં કન્ટેસ્ટન્ટ્‌સ તેમના ફેન્સ દ્વારા કહેવામાં આવેલા સોન્ગ પર પર્ફોર્મ કરતા જાેવા મળશે. પોતાના પર્ફોર્મન્સ બાદ, પવનદીપ રાજને કહ્યું કે, આજે હું મારા પિતા સુરેશ રાજન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલું સોન્ગ ગાવાનો છે. જેનું ટાઈટલ છે મલવા મેં કા કરુ તાલાશ. આ સોન્ગ તે લોકોને સમર્પિત કરવા માગુ છું, જેઓ ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે ગુમ થયા છે અને સેંકડો મજૂરોએ તેમના પરિવાર ગુમાવ્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે, ત્યાં ઉપસ્થિત દરેક ગુમ થયેલા લોકોને શોધવા માટે ખરેખર મહેનત કરી રહ્યા છે. તેમ છતાં, આ મારી ફરજ છે કે હું સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતજીને વિનંતી કરવા માગુ છું કે તેઓ મજૂરોના પરિવારને મદદ કરો જેઓ તેમના ઘરના સભ્યો પર ર્નિભર હતા. પવનદીપના પર્ફોર્મન્સ બાદ નેહા ક્કકડ ભાવુક થઈ હતી અને પવનદીપને બિરદાવતાં કહ્યું કે, તું એક સારો સિંગર છે, તે અમે સૌ જાણીએ છીએ. પરંતુ તું એક સારો વ્યક્તિ પણ છે. તું ગુમ થયેલા મજૂરોના સપોર્ટમાં આવ્યો છે અને દરેકને જરૂરિયાતમંદ પરિવારને યથાશક્તિ પ્રમાણે મદદ કરવાની વિનંતી કરી છે, જે ખૂબ સરસ વાત છે.

હું આ મિશનમાં તારી સાથે છું, હું ઉત્તરાખંડમાં ગુમ થયેલા મજૂરોના પરિવાર માટે ૩ લાખ રુપિયા આપવા માગુ છું. હું દરેકને પરિવારના સપોર્ટમાં આગળ આવવાની વિનંતી કરું છું. આ એક આફત આવી છે અને જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેવા પરિવારની મદદ કરવી તે આપણી ફરજ છે.

[quads id=1]

Related Articles

Back to top button