આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હાલના દિવસોમાં ઘણી ચર્ચામાં આવી રહી છે. આ ફિલ્મમાં આલિયાના અવતાર અને એક્ટિંગને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. ફિલ્મના ડાયલોગ્સ પર આધારિત ઘણી રીલ પણ વાયરલ થઈ રહી છે. આમાં એક રીલ નાની છોકરીની છે, જેણે આલિયાની એક્ટિંગ એકદમ બરોબર નકલ કરી છે. આ રીલ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઘણા લોકો આ નાની છોકરીની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે, ત્યારે અભિનેત્રી કંગના રનૌતે તેના પર વાંધો ઉઠાવ્યો છે.
કંગનાએ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું, “શું આ છોકરીએ મોંમાં બીડી રાખીને અશ્લીલ અને અભદ્ર ડાયલોગ બોલીને સેક્સ વર્કરની નકલ કરવી જોઈએ? તેની બોડી લેંગ્વેજ જુઓ, શું આ ઉંમરે તેને સેક્સ્યુઅલાઈઝ કરવું યોગ્ય છે? સેંકડો બાળકો છે જેનો આ રીતે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ કંગનાએ આ પોસ્ટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા છે.
જવાહરલાલ નેહરુ પર પણ કહી આ વાત: આ ઉપરાંત કંગનાએ ટ્વીટ કરીને સરકારને અપીલ કરી છે. તેને તેના ટ્વીટમાં લખ્યું છે કે, “સરકારે આવા માતા-પિતા સામે પગલાં લેવા જોઈએ જેઓ નાની ઉંમરના બાળકોને આવા કંટેન્ટ વાળી બાયોપિક્સને પ્રમોટ કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. જેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથેના અનૈતિક સંબંધોના કારણે સત્તા પ્રાપ્ત કરી છે.