Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

નકલી આઇપીએસ પકડાયો, 2015 માં કોન્સ્ટેબલ ની પરીક્ષા માં નાપાસ થતાં નકલી આઇપીએસ બની ને ફરતો હતો

રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એક નકલી આઈપીએસનો ભાંડો ફૂટ્યો છે. અહિયાં ખાલી 10 ધોરણ ભણેલો યુવક ચાર વર્ષથી નકલી આઈપીએસ બનીને લોકોને છેતરતો હતો. તે પોલીસનો યુનિફોર્મ પણ પહેરતો હતો. યુનિફોર્મમાં આઈપીએસ બેજ, અશોક સ્તંભ, સ્ટાર બેજ પણ છે. સાથે નકલી આઈડી કાર્ડ્સ, નકલી એરગન્સ અને વૉકી-ટોકી પણ રાખે છે.

આ યુવક વર્ષ 2015માં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી શક્યો ન હતો, ત્યારથી આ બદમાશ આઇપીએસ તરીકે ગુંડાગીરી કરી રહ્યો હતો. ગુરુવારે રાત્રે પાલી જિલ્લાના નવા બસ સ્ટેન્ડમાંથી પકડાયેલા આરોપી, પોતાને સીબીઆઈના એસપી કહીને ટ્રાવેલ એજન્ટ પર રોફ જમાવી રહ્યો હતો જેથી કરીને તે એસી બસમાં મફતમાં મુંબઈ જઇ શકે. ટ્રાવેલ બસ એજન્ટની માહિતીને આધારે પોલીસ અહિયાં પહોંચી અને આરોપી ફુસારામની ધરપકડ કરવામાં આવી છે.

તેના આઈડી કાર્ડ પર રાજવીર શર્માનો પુત્ર રામપ્રસાદ શર્મા લખેલુ છે. આરોપી ફુસારામ પાલી જિલ્લાના સર્વોદય નગરમાં રહે છે. જિલ્લા એસપી કાલુરામ રાવતે જણાવ્યું હતું કે નવા બસ સ્ટેન્ડના પ્રભારી ઓમ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમ પણ આ આરોપીને જોઈને આશ્ચર્યચકિત થઈ, કારણ કે તે બિલકુલ આઇપીએસ જેવો લાગતો હતો.

આરોપી ફુસારામને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી ત્યારે તે સાચું બોલ્યો નહોતો. આ દરમિયાન આરોપીને શુક્રવારે કોર્ટમાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપીના યુનિફોર્મ, તેના ઉપરના આઈપીએસ બેજેસ, અશોક સ્તંભ અને સ્ટાર બેજેસ, નકલી આઈડી કાર્ડ, નકલી એરગન સહીત ઘણી પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરવામાં આવી છે.

એવું કહેવામાં આવે છે કે લગભગ 4 વર્ષ પહેલા આ જ આરોપીએ પોતાને આઈપીએસ અધિકારી ગણાવી પાલીના વી.ડી.નગરમાં કિશેરીને માર મારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, પરંતુ આ સમયે તે યુનિફોર્મમાં ન હોવાને કારણે તેને ફક્ત ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીની પૃષ્ઠભૂમિની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું છે કે તેનો પરિવાર મૂળ રેન નાગૌરનો છે. તેના પિતા રામચંદ્રની હોમગાર્ડ ખાતેની સેવામાં હોવાના કારણે તે પરિવાર સાથે પાલીમાં રહેતો હતો. આરોપી ફુસારામની આવા કામને કારણે તેની પત્ની પણ પરેશાન થઈને પિયર ચાલી ગઈ હતી. ફુસારામ પર નાગૌર જિલ્લામાં દહેજની પજવણી માટે પણ કેસ દાખલ કરાયો છે

[quads id=1]

Related Articles

Back to top button