Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મક

હજારો લોકોનો જીવ બચાવવાં વાળો બહાદુર ઉંદર થયો રિટાયર, જાણો એના વિશે બધું જ

હજારો લોકોના જીવની રક્ષા કરનાર એક બહાદુર ઉંદર સેવાનિવૃત થઈ ગયો.તમે વિચારતા હશો કે એક ઉંદર કઈ રીતે માણસોનું રક્ષણ કરી શકે છે? તો જણાવીએ કે કંબોડિયામાં ગયા પાંચ વર્ષમાં મગાવા નામના આ ઉંદરે લગભગ ૯૯ બારૂદી સુરંગોને ગોતી કાઢી, જેનાથી હજારો લોકોનો જીવ બચી ગયો.

આફ્રીકી નસલના આ મગાવા ઉંદરની બહાદુરી ની સોશીયલ મીડિયા પર પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ ઉંદરની સૂંઘવાની ક્ષમતા એટલી સારી છે કે બારૂદી સુરંગોને ખોજવા માટે વપરાતી મોંઘા મશીનોને પણ પાછળ છોડી દિધા. આ જ ખાસિયતનાં લીધે તેને દળમાં જોડવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં એણે સૈંકડો બારૂદી સુરંગોની ખોજ કરી છે.

સાત વર્ષનો છે મગાવા: આ ઉંદર સાત વર્ષનો છે અને આ ઉંદરને વિશેષ રૂપથી કંબોડિયામાં બારૂદી સુરંગોની ખોજ કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યો હતો. તેણે સફળતા પૂર્વક પોતાના કામને અંજામ દિધો અને તેણે બારૂદી સુરંગોની સાથે કેટલાંક લાઈવ વિસ્ફોટકોને પણ શોધી કાઢ્યા. મગાવાને એપીઓપીઓ નામનાં સંગઠને ટ્રેન્ડ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ સંગઠન ઉંદરોને બારુદી સુરંગો અને અસ્પષ્ટીકૃત બોમો ની ખોજ કરવા માટે પ્રશિક્ષિત કરે છે. મગાવા પૂર્ણ રૂપે સ્વસ્થ છે, પણ નિયમ અનુસાર સેવાનિવૃત થઈ ગયો છે.

સન્માનિત પણ થઈ ચુક્યો છે મગાવા: મગાવા બ્રિટનની એક ચેૈરિટી સંસ્થા પીડીએસએ દ્વારા સન્માનિત કરાઈ ચુક્યો છે. બ્રિટિશ સંસ્થા દર વર્ષે સારું કામ કરવા વાળા જાનવરોને સન્માનિત કરે છે. પહેલી વાર આ સંસ્થા એ એક ઉંદરને સન્માનિત કર્યો. મગાવાના ટ્રેનરનું માનીએ તો આ ઉંદરનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યુ, તેને દેવામાં આવેલ દરેક ટાસ્કને તેણે સફળતા પૂર્વક પૂરો કર્યો. મને તેની સાથે કામ કરવા પર ગર્વ છે.

[quads id=1]

Related Articles

Back to top button