આ ચમત્કારી મંદિરના દર્શન માત્રથી લકવા જેવા ગંભીર રોગો થઈ જાય છે દૂર
પ્રાચીનકાળથી ભારત દેશને હિન્દુઓનો દેશથી ઓળખવામાં આવે છે કારણ કે ભારત દેશમાં આદિકાળથી હિન્દુ કથા અનુસાર ધર્મની કથાઓ સાંભળવા મળે છે.આપણાં ભારત દેશમાં ઘણા પ્રાચીન મંદિરો પણ છે જેની ઘણી માન્યતાઓ અને લોકકથાઓ પ્રચલિત છે.
તો ચાલો આજે આપણે ભારત દેશના એવા અમુક મંદિરોનું મહત્વ જાણીશું, જેની લોકકથાઓ દેશ વિદેશમાં પણ ગવાય છે.અને તે મંદિરના દર્શનથી દુખ તકલીફ અને અનેક રોગોમાં મુક્તિ પણ મળે છે. ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં ભિંડ જિલ્લાનું એક એવું જ પ્રાચીન હનુમાનજીનું મંદિર આવ્યું છે. જ્યાં હનુમાનજીના મંદિરને દંદ્રૌઆ ધામથી ઓળખે છે.
ત્યાંનાં ચમત્કાર જાણીને તમને પણ ત્યાં દર્શન કરવા જવાનું મન થશે.જો તમારા પરિવારમાં કોઈ લાંબી માંદગી કે બીમારીથી પીડાતું હોય તો આ હનુમાનજી દર્શન અચૂક કરો. કહેવાય છે કે હનુમાનજીના એક ભક્ત બીમાર હતા તો તેમની સારવાર માટે કોઈ ન હતું તેથી હનુમાનજી ડૉક્ટરના રૂપમાં આવી ભક્તની સારવાર કરી હતી.
એક દિવસ વધુ બીમાર થવાથી હનુમાનજીની પૂજા ન થઈ શકી તેથી સાધુ નિરાશ થઈ મંદિરના પ્રાંગણમાં બેઠા હતા ત્યારે એકાએક મંદિરમાંથી કોઈ ડૉક્ટરના રૂપમાં દેખાયા, શિવકુમાર પાસે આવીને તેમના ગળામાં એક વિશિષ્ટ પદાર્થ મૂક્યો, થોડાક સમય પછી તે સાધુ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા.
અને આ મહિમા સાંભળતા આજે દેશ-વિદેશના લોકો ગમે એવી ગંભીર બીમારી હોય એકવાર મંદિરના દર્શને આવે છે,પછી તેઓ સારવાર કરાવે છે.અને ઘણા લોકોને અહી દર્શન કર્યા પછી રોગોથી મુક્તિ મળી છે. ખાસ કરીને મંદિરમાં ઉકાળો, અલ્સર અને કેન્સર જેવા રોગો પણ મંદિરના પાંચ ફેરા કરવાથી મટે છે. હનુમાન પાસે સારા સ્વાસ્થ્યની આશા સાથે લાખો શ્રદ્ધાળુઓ અહીં ભેગા થાય છે.તેથી આ હનુમાનજીને દંદ્રૌઆ તરીકે ઓળખવામાં આવે છે.
રાજસ્થાનના નાગોર જિલ્લામાં કૂચેરા કસબો છે. આ કસ્બાની બાજુમાં એક બુટાટી નામનું ગામ આવેલું છે. આ ગામમાં આવેલ મંદિરમાં ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી પૂજા અર્ચન કરે છે. અહીં આવેલું આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે અને આ મંદિર પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે.નાગૌર ઉપરાંત દેશભરમાંથી લોકો અહીં આવે છે.આ મંદિરનું નામ ચતુરદાસ જી મહારાજ મંદિર છે. દર વર્ષે, વૈશાખ, ભાદરવા અને માગશર મહિનામાં અહી મેળો ભરાય છે.
અહી આ મંદિર વિષે એવું કહેવાય છે કે લગભગ હજારો વર્ષ પહેલાં ચતુર્દાસજી, જે સંપૂર્ણ યોગી હતા, અને અહી કોઈ વેદ્ય ન હતું તેથી કોઈ વ્યક્તિ કે લોકોની મોટા રોગોમાં સેવા ન હતી થઈ શકતી. આથી ચતુરદાસજી પોતાની ભક્તિ અને તપશ્ચર્યાથી લોકોને રોગોથી મુક્ત કરતાં હતા.
આજે પણ લોકો લકવાગ્રસ્ત તેમની સમાધિ પર પરિભ્રમણ કરીને રાહત મેળવે છે.તમને નવાઈ લાગશે કે અહીં કોઈ દર્દીઓની સારવાર માટે કોઈ ડોક્ટર, હકીમ અથવા વૈદ્ય નથી.પરંતુ અહી આ મંદિરના દર્શનથી જ તેના લકવો દૂર થઈ જાય છે.લકવોની સારવાર માટે અહીં ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
લકવોની સફળ સારવાર માટે, દર્દીને અહી સતત 7 દિવસ સુધી મંદિરની પરિભ્રમણનું કરવું પડે છે. પરિક્રમા પૂર્ણ કર્યા પછી, દર્દીને હવનમાં ભાગ લેવો પડે છે. હવન પૂરો થયા પછી, કુંડની વિભૂતિ દર્દીને અર્પણ કરવામાં આવે છે. જે પછી તેના બધા રોગો ડ્યૂ થઈ જાય છે. આ આખી પ્રક્રિયા ચમત્કારથી ઓછી નથી.
સૌ પ્રથમ, દર્દીનો રોગ દૂર થાય છે અને પછી ધીમે ધીમે તેના શરીરના બંધ હાથ અને પગ પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે. જે દર્દીઓ લકવાગ્રસ્ત હોવાને કારણે બોલી શકતા નથી, તેઓ બોલવાનું પણ શરૂ કરે છે.
મંદિરમાં આવતા લોકોને નિ: શુલ્ક આવાસ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંના ઘણા લોકોને આ રોગથી રાહત મળી જાય છે. ભક્તો અહીં દાન કરે છે, જેનો ઉપયોગ મંદિરના વિકાસ માટે થાય છે બાકીના કેટલાક નાણાંનો ઉપયોગ માનવ સેવા માટે થાય છે જેથી તમામ લોકોને લાભ મળી શકે.
મંદિરના દર્શન કરવા આવતા બહારથી આવતા મુસાફરો અહી રહવાની પણ સગવડ કરી આપવામાં આવે છે. અહી પોતાના રોગો દૂર કરવા માટે આવનાર દર્શનાથી માટે જીવન જરૂરિયાતની બધી સગવડ વિના મૂલ્યે મળી રહે છે. મંદિર પરિસરની બહાર બાજુ આશરે 100 જેટલી દુકાનો આવેલી છે ત્યાં રહેવાની સગવડવાળી ધરમશાળાઓ છે.
અહીં માન્યતા છે કે સવારની આરતી દરમ્યાન મંદિરની અંદર અને આરતી બાદ મંદિરની બહાર આ સમાધિની પરિક્રમા કરવાના કારણે લોકોની લકવાની બીમારી દૂર થાય છે.
આજે પણ આ મંદિરમાં એવા લાખો લોકો ઠીક થઈને જાય છે કે જેનું કોઈ અંગ કામ ન કરતું હોય. દેશ-વિદેશમાંથી લાખો લોકો પોતાના કામ ન કરતા અંગોને ઠીક કરવા માટેની પ્રાર્થના લઈને આ મંદિરમાં આવે છે. અને આ મંદિરમાં રહેલી તેની શ્રદ્ધાને કારણે તે પોતે એકદમ સાજાસારા થઈને પાછા જાય છે.