Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતજાણવા જેવુંભાવનગરસ્વાસ્થ્ય

આને કહેવાય દાતારી, એક એવું દવાખાનું જ્યાં OPD થી લઈને કરોડોના ઓપરેશન થાય છે ફ્રી માં, સામાન્ય લોકો માટે તો છે સ્વર્ગ સમાન, નથી એકપણ કેશકાઉન્ટર

ઘણી વખત આર્થિક તંગીને કારણે મોટા મોટો રોગોમાં પણ આપણે કઈ કરી શકતા નથી. અને લોકો માનસિક રીતે ભાંગી પડે છે. આપણા દેશમાં એવી ઘણીબધી સંસ્થાઓ ચાલે છે કે, જેમાં ગરીબોને મફત સારવાર આપવામાં આવે છે. જે લોકોને આર્થિક તંગી હોય તે લોકોને સાવ મફત આપવામાં આવે છે, પણ તમને એવી હોસ્પિટલ વિશે જણાવવાના છીએ કે જેમાં સાવ દરેક વસ્તુ સારી ફ્રીમાં આપવામાં આવે છે.

આજે અમે તમને ગુજરાતને એક એવો હોસ્પિટલ વિશે જણાવવાના છીએ કે, જેમાં આવનારા દરેક દર્દીની દરેકે દરેક સારવાર વિનામૂલ્યે થાય છે. કોઈ પણ ગંભીર બિમારી હોય તો પણ કોઈપણ ફી લેવામાં આવતી નથી. નાના ઓપરેશનથી લઈને મોટા મોટા ઓપરેશન પણ ફી લીધા વિના જ કરી આપવામાં આવે છે.

આ હોસ્પિટલનું નામ છે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ માં આવેલી છે. જે અમદાવાદ અમરેલી હાઈવેને અડીને જ છે. નિર્દોષાનંદજી હોસ્પિટલમાં દર્દીઓને તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને કોઈપણ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે.

આ ઉપરાંત તે દર્દીઓનું ભોજન તેના સગા વ્હાલાને ભોજનની પણ સગવડ આપવામાં આવે છે. જે દરેક સુવિધાઓ સાવ મફત હોય છે. એવું કહેવામાં આવે છે કે સ્વામી નિર્દોષાનંદજી નિશુલ્ક સારવાર માટે એક હોસ્પિટલ બનાવવા માટેનું એક સ્વપ્નું ધરાવતા હતા. અને તેમના શિષ્ય મનુબેન ને હોસ્પિટલ બનાવવા માટે જમીન દાનમાં આપી હતી. ત્યારથી જ હોસ્પિટલનું નિર્માણ શરૂ થયું હતું.

હોસ્પિટલ બનાવવાનો વિચાર 2005 મા શિવરાત્રીના દિવસે સ્વામી નિર્દોષાનંદજી કર્યો હતો. હોસ્પિટલનું નામ સ્વામી નિર્દોષાનંદજી ના નામ પરથી પાડવામાં આવ્યું છે. આ સંત આજુબાજુના વિસ્તારમાં ફરતા અને તેની ભાવના દરેક લોકોને સેવા કરવાની હતી. અને તેને વિચાર આવ્યો કે, એક એવું દવાખાનું બનાવવામાં આવે કે જ્યાં દરેક લોકોને સાવ મફત સારવાર આપવામાં આવે. અત્યારે હાલમાં રોજ ૭૦૦ થી ૮૦૦ દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં સંચાલન કરવા માટે 8 વ્યક્તિનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. હોસ્પિટલ 2011ના 9 જાન્યુઆરી ના દિવસે શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ બનાવવાનો ખર્ચ 5 કરોડ રૂપિયા થયો હતો. અને હોસ્પિટલના સંચાલન માટે અલગ મહિને ૫૦ લાખ જેટલો ખર્ચ થાય છે. હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન, સ્તન કેન્સરના ઓપરેશન, આંખની સર્જરી દરેક વસ્તુ વિનામૂલ્યે કરવામાં આવે છે.જે બીમારીમાં લાખો રૂપિયા આપવા છતાં પણ ન થતા હોય તે ઓપરેશન અહીં હોસ્પિટલમાં એક રૂપિયા લીધા વિના પણ કરવામાં આવે છે.

લગભગ દર મહિને ૭૦ થી ૮૦ જેટલી પ્રસુતિ કરવામાં આવે છે. અને પ્રસૂતિ બાદ પ્રસૂતાને કીટ આપવામાં આવે છે, આ કિટમાં ચોખ્ખું ઘી, ગોળ અને લોટ અને શીરો બનાવવા માટે ગેસ અને વાસણ પણ આપવામાં આવે છે. અને જ્યારે પ્રસૂતા હોસ્પિટલ ની વિદાય લે છે, ત્યારે દોઢ કિલો સુખડીનો બોક્સ આપવામાં આવે છે.

આ ઉપરાંત હોસ્પિટલમાં સ્ત્રી સબંધી નું ઓપરેશન ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન, કોથળી નું ઓપરેશન, સિઝેરિયન, નોર્મલ ડિલિવરી, ગર્ભાશય ગાંઠ નું ઓપરેશન વગેરે સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત ઇમરજન્સી સારવાર માં પણ ફિઝિયોથેરાપી, લેબોરેટરી, ફેકો મશીન, ઓટો રીફ્રેક્રોમીટર મશીન વગેરે અનેક મશીન આવેલા છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં પ્રોસ્ટેડ, થાઈરોઈડ, એપેન્ડિક્સ, આંતરડાના, કાન, ગળા, આંખ, મોતીયો-ઝામર, સિઝેરિયન, ઓર્થોપેડિક મણકા, ફેફસા, ગર્ભાશયની ગાંઠ, સ્તન કૅન્સરના ઓપરેશન વગેરે વિનામૂલ્યે કરવામાં આવે છે.

હોસ્પિટલમાં રોજ ૧૦૦૦ થી વધુ લોકોની ભીડ થાય છે, અને ૨૫ થી વધારે ઓપરેશન થાય છે. આ જગ્યાએ ૩૭ હજાર જેટલા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. અને ઓપરેશન દરમ્યાન તેને ખૂબ જ સારી સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને પણ વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. અને તેની સાથે આવેલા સંબંધીઓને પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં ૨૦૧૧ થી ખીમજીભાઈ દેવાણી દર મહિને પાંચ લાખ રૂપિયા આપે છે. અને હોસ્પિટલમાં તેના જીવનદાતા હોય છે, જે દર મહિને એક લાખ રૂપિયા આપે છે.

[quads id=1]

Related Articles

Back to top button