સ્વાસ્થ્ય

ઈમ્યૂનિટી વધારી વજન ઘટાડે છે Lemongrass Tea, જાણો કેટલાક ગજબનાં ફાયદા.

વ્યક્તિનાં સ્વસ્થ બની રહેવા માટેનાં મોટા ભાગનાં ઉપાય એના રસોડામાં જ હાજર હોય છે, જેની સાચી માહિતી તેને કેટલાંય ગંભીર રોગોથી દુર રહેવામાં મદદ કરી શકે છે. એવો જ એક ઉપાય છે લેમનગ્રાસ. લેમન ગ્રાસ વિટામીન એ, વિટામીન સી, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, ઝિંક,કોપર, આયર્ન અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર ઔષધિ છે. ચાલો જાણીએ કે કેવી રીતે લેમનગ્રાસનો ઊપયોગ કરીને સ્વાસ્થ્યને મળે છે ક્યા ગજબના ફાયદા.

લીંબુ જેવી આવે છે સુગંધ: લેમનગ્રાસની સુગંધ લીંબુ જેવી હોય છે. આનો મોટાભાગે ઉપયોગ ચા માં આદુંની જેમ કરવામાં આવે છે. લેમનગ્રાસ માં એન્ટી બેકટેરિયલ, એન્ટી ઈન્ફ્લામેટરી તેમજ એન્ટી ફંગલ ગુણ હોય છે, જે વ્યક્તિને કેટલીય બિમારીઓથી તેમજ સંક્રમણથી દુર રહેવામાં મદદ કરે છે.

બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં કરે છે મદદ: લેમનગ્રાસનું સેવન કરવું હ્રદય માટે ઘણું ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલ બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. બેડ કોલેસ્ટ્રોલ , જેને એલડીએલ પણ કહે છે. જો શરીરમાં આનું પ્રમાણ વધી જાય તો હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. લેમનગ્રાસની પાંદડીઓમાં એવો ગુણ હોય છે કે જે લોહીમાં હાજર અશુધ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે

પાચન સુધારે છે લેમનગ્રાસ ચા: લેમનગ્રાસ ટી પાચન શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આને પીવાથી પેટનાં અલ્સર અને આની સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ પણ થતી નથી. કબજિયાત, અપચો,ગેસ કે એસિડિટી જેવી સમસ્યા પણ લેમનગ્રાસના સેવન બાદ ઓછી થઈ જાય છે.

કિડની માટે ફાયદાકારક: લેમનગ્રાસને મસાલાનાં રૂપમાં કે ચાનાં રૂપમાં પીવા થી કિડનીને પણ ફાયદો થાય છે, કેમ કે આમાં મૂત્રવર્ધક ગુણ હોય છે. એક સામાન્ય વ્યક્તિએ દિવસમાં ૧૦ થી ૧૨ વાર ટોઈલેટ જરૂર જવું જોઈએ. લેમનગ્રાસ કિડનીને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આના લીધે જ કિડનીમાં સ્ટોન(પથરી) જેવી સમસ્યા નથી થતી. કેંસરરોધક છે લેમનગ્રાસ: લેમનગ્રાસમાં કેંસરરોધક ગુણ મળી આવ્યા છે. આ કેંસર સેલ્સની કોલોનીનો નાશ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. રોજ જો ચા માં લેમનગ્રાસ નાખીને પીએ તો કેંસરનો ખતરો ઘણો ખરો ઓછો થઈ જાય છે.

વજન ઘટાડવું હોય તો જરૂર પીઓ લેમનગ્રાસ ટી: લેમનગ્રાસની ચા નું નિયમિત સેવન કરવાથી વ્યક્તિને વજન ઘટાડવામાં સરળતા રહે છે. લેમનગ્રાસ શરીરમાંથી અનાવશ્યક ચરબીને ઘટાડી ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત બનાવે છે. તે શરીરને ખુબ જ ઝડપથી ડિટોક્સિફાઈ કરે છે. આ સિવાય લેમનગ્રાસ ગઠિયો વા, ઉંઘ ન આવવાની સમસ્યા, અવસાદ વગેરે સમસ્યાને પણ દૂર કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button