Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સ્વાસ્થ્ય

બે વાર સ્ટીમ લેવાથી તમે કોરોના સંક્રમણથી બચી જશો?

ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. સોમવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.68 લાખથી વધુ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. એક જ દિવસમાં 904 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સતત મ્યૂટેટ થઈ રહેલો વાયરસ, નવા સ્ટ્રેનના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે.

દરેક વ્યક્તિ એવી કોશિશમાં છે કે કઈ રીતે આખરે આ સંક્રમણથી બચી શકાય. આ માટે માસ્ક લગાવવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને હાથને બરાબર ધોઈને સ્વચ્છ રાખવા ઉપરાંત પણ અનેક પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે. જેમ કે ઈમ્યુનિટી મજબૂત કરવા માટે ઉકાળા પીવા, હળદરવાળું દૂધ પીવું, વ્યાયામ કરવો વગેરે. પરંતુ આ યાદીમાં વધુ એક ચીજ સામેલ થઈ છે અને તે છે સ્ટીમ લેવી. સ્ટીમ લેવાના અનેક લાભ છે તે સામાન્ય રીતે બધા જાણે છે.

તાજેતરમાં ગુજરાતના એક આયુર્વેદિક ડોક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કઈ રીતે ફક્ત દિવસમાં બે વાર સ્ટીમ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે. આ આયુર્વેદિક ડોક્ટરના અનુસાર તેમની હોસ્પિટલનો સ્ટાફ ઓછામાં ઓછો 4000થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો હતો. આમ છતાં અત્યાર સુધી તેમની હોસ્પિટલના સ્ટાફનો એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયો નથી અને તેનું સૌથી મોટું કારણ છે હોસ્પિટલનો સ્ટાફ દિવસમાં બે વાર સ્ટીમ લે છે.

તેઓ જણાવે છે કે સ્ટીમ લેવાની આ પદ્ધતિ ખુબ જ સરળ છે. તેમણે કહ્યું કે સ્ટીમ લેવા માટે સાવ સાદા પાણીનો ઉપયોગ કરી શકાય છે. જેમાં તમારે સૌ પ્રથમ નાકથી સ્ટીમ લઈને તેને શ્વાસ દ્વારા શરીરની અંદર લેવી અને ત્યારબાદ તેને મોઢા વાટે બહાર કાઢવાની હોય છે. આ પ્રક્રિયા 10વાર કરવી. ત્યારબાદ બિલકુલ વિપરિત મોઢા વાટે સ્ટીમ શરીરની અંદર લો અને નાક વાટે બહાર કાઢવી. આ રીતે

પણ અગાઉની જેમ 10 વાર સ્ટીમ લેવી.આ સમગ્ર પ્રોસેસમાં 2-3 મિનિટથી વધુ સમય લાગતો નથી. આમ તો સાદા પાણીથી લેવાયેલી સ્ટીમ પણ એટલી જ ફાયદાકારક છે પરંતુ જો તમને અરોમા પસંદ હોય તો તમે સ્ટીમવાળા પાણીમાં આજમો કે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ એક્સપર્ટની વાત માનીએ તો ડોક્ટર્સ પણ હવે સ્ટીમ ઈન્હેલેશનની પ્રક્રિયાને ખુબ ફાયદાકારક માની રહ્યા છે.

જો દેશમાં દરેક વ્યક્તિ રોજ દિવસમાં 2 વાર સ્ટીમ લેવાની શરૂ કરે તો કોરનાના દર્દીઓની સંખ્યા ઓછી કરવામાં મદદ મળી શકે છે. લાઈફ સાયન્સિઝ નામની જર્નલમાં ડિસેમ્બર 2020માં ઈટાલીની એક હોસ્પિટલમાં થયેલો અભ્યાસ પ્રકાશિત થયો હતો. જેમાં સ્ટીમ ઈન્હેલેશન એટલે કે શ્વાસ દ્વારા સ્ટીમને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને કોરોના ઈન્ફેક્શન વિરુદ્ધ કારગર ગણાવવામાં આવ્યું હતું. સ્ટીમ લેવાના કારણે કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં પણ વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળવાની વાત આ સ્ટડીમાં જણાવવામાં આવી હતી.

[quads id=1]

Related Articles

Back to top button