Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંજ્યોતિષધાર્મિક

ઘરમાં માત્ર આ એક કામ કરવાથી માતા લક્ષ્મી થઈ જાય છે પ્રસન્ન અને સાથે સાથે મળે છે દરેક કામ માં સફળતા

આજની જીવન શૈલીમાં ધનની મોટે ભાગે બધાને વધુ જરૂર છે. જીવનમાં સુખ માટે પૈસા બહુ જરૂરી છે. પરંતુ તે પૈસા માટે કામની સાથે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા જરૂરી છે.લક્ષ્મીજીની પ્રસન્ન કરવાના ઉપાય.

શુક્રવાર એ લક્ષ્મીજીનો દિવસ કહેવાય છે. આ દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જાતકોને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી.જીવનમાં સુખ અને શાંતિ માટે લક્ષ્મીનું આગમન પણ ખૂબ મહત્વનું છે ધનના અભાવને લીધે ઘરમાં ક્લેશ અને દુઃખોની વૃદ્ધિ વધારો થાય છે. આવી સ્થિતિમાં,સખત મહેનત ઉપરાંત આવી નાની નાની વસ્તુઓ છે,જેની અસર ધન લક્ષ્મી યોગ પર પડે છે.

આ માટે, વડીલોએ કહેલી બાબતોને યાદ રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે, જેથી ઘરમાં ધન અને સંપત્તિની સુખ નો વાસ થશે.
વડીલોના બોલ અનુસાર પૂજા ગૃહોમાં ક્યારેય પૂર્વજોનો ફોટો ભગવાનના ફોટા સાથે ના મૂકવો જોઈએ.તેમના ફોટા અલગ રાખીને,સાંજે તેમની સામે દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી પિતૃદોષ શાંત થાય છે.

ઘરમાં સૌભાગ્ય માટે ઘરમાં શંખ રાખવો  જ જોઈએ. શંખનો અવાજ હકારાત્મક ઊર્જાને પ્રસારિત કરે છે, પરંતુ તે યાદ રાખવું જોઈએ કે સાંજે શંખ ક્યારેય ના વગાડો. સાંજે દીવો પ્રગટાવો.હંમેશાં સાંજે ઘરે દીવો પ્રગટાવો અને સકારાત્મક વાતાવરણ જાળવી રાખો. સાથે જ ભગવાન ને ભોગ અર્પણ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે.

પ્રાણીઓને નુકસાન પહોંચાડો નહિ.દરેક પ્રાણી ભગવાનને પ્રિય છે.ખાસ કરીને પ્રાણીઓ અને પક્ષીઓ પર ભગવાનની કૃપા આશીર્વાદ રહે છે,તેથી તેમને કોઈ પણ રીતે ત્રાસ ન આપવો અને તેમને રોટલી વગેરે આપવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે.ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઓમ  શ્રી મહાલક્ષ્મીજીના મંત્રનો 108 વાર જાપ કરો.

શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનાવેલી  મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ વહેચી દો.જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.

શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.કોઈપણ નવા કામ માટે જવાનું હોય ત્યારે કાળી હળદરને ઘસી અને તેનું તિલક કરીને ઘરની બહાર નીકળવું. કામમાં સફળતા મળશે. શુક્લ પક્ષના પહેલા શુક્રવારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર, સિંદૂર ભરી અને માતા લક્ષ્મીના ફોટા પાસે રાખવું.

લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ફક્ત અઠવાડિયામાં એકવાર તમારા ઘરમાં પોતાં કરતી વખતે તેમાં મીઠું ઉમેરો.આમ કરવાથી ઘરમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનશે.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને અમાસના દિવસે ઘરની સાફ સફાઈ કરવી છે. તો તે ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જો તમે તમારા ઘરની અંદર કોઈ કચરો રાખો છો તેમને અમાસના દિવસે ફેંકી દેવી જોઈએ અને ઘરમાં કોઈ પણ નકામી વસ્તુ પડી રાખવી જોઈએ નહીં.

જો લાંબા સમય સુધી તેનો ઉપયોગ ન હોય તો તેને વેચી દેવી જોઈએ. તે ઉપરાંત ઘરના મંદિરમાં પાંચ અગરબત્તીના ધુપ લગાવવાથી પણ ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે.

[quads id=1]

Related Articles

Back to top button