Editorialજાણવા જેવુંધાર્મિકફેક્ટ ચેક

ઘરના વડીલો આમ જ નથી કહેતા લીંબુ મરચાં લગાવવાનું, તેની પાછળ છે આ કારણ, અહી ક્લિક કરી જરૂર જાણો

આજની આધુનિકરણની જીવનશૈલીમાં શિક્ષિત વર્ગ હોવા છતાં હજી આપણાં પૂર્વજો દ્વારા થતાં અમુક જૂન ટોટકા કહો કે ઘરેલુ ઉપાય જેનાથી નજર દોષ અને પરિવારને ખરાબ લોકોથી બચાવવામાં કરવામાં આવતો ઉપાય એટલે લીંબુ મરચાંથી નજર ઉતારીએ છીએ. અથવા ઘરની બહાર ક્યાંક તો દુકાન પર અમુક વાર પ્રસંગ્ર પર બાંધવામાં આવે છે. શા માટે તેનું કારણ જાણીશું.

ઘરના દરવાજા પર કે ગાડીમાં ,દુકાન પર તમે જોયું જ હશે કે ૭ મરચાંની સાથે લીંબુ લટકાવવું એ શુભ માનવામાં આવે છે.૭ એ એક જાદુઈ નંબર છે લોકો કહે છે કે જો તમારા ઘરમાં કોઈ ખરાબ સમસ્યા છે તો આ લીંબુ અને મરચાનું મિશ્રણ તેનો નાશ કરશે. અને અનિષ્ટથી રક્ષણ આપે છે.

લીંબુનો ખાટો સ્વાદ હોય છે અને મરચાનો તીખો સ્વાદ તે નબળી દ્રષ્ટિવાળા વ્યક્તિની નજરમાં ખલેલ પહોંચાડે છે. જેના કારણે તેની દુષ્ટ નજર ઘર કે દુકાન પર જતી નથી. ઘણા ઘરોમાં લીંબુના ઝાડ હોય છે જે ખરાબ નકારાત્મક ઉર્જાને સક્રિય કરતા નથી.
જ્યારે બાળકનું હોય તો બધા રમાડવા આવે તો કેટલું રૂપાળું છે આમ બોલી તેઓ મીઠી નજર તેના પર પાડે છે, ત્યારે તે નજરને લીંબુથી સારી રીતે દૂર કરી શકાય છે. બાળક પર લીંબુને માથાથી પગ સુધી સાત વાર લગાડ્યા પછી, તેને એકાંત સ્થળે અથવા ચાર રસ્તે ફેંકી દેવાથી બાળક પરની દૃષ્ટિ દૂર થાય છે. ખરાબ નજર બાળકમાંથી છટકી જાય છે.

તેમ લીંબુ પણ આજુબાજુની દુષ્ટ નજરોને શોષી લે છે. લોકો કહે છે કે જો તમારા ઘરમાં કોઈ ખરાબ સમસ્યા છે, તો લીંબુ અને મરચાની આ જોડી તેનો નાશ કરે છે. અને કુદ્રષ્ટિથી બચાવે છે. લીંબુનો ખાટો અને મરચાનો તીખો સ્વાદ ખરાબ નજરવાળી વ્યક્તિની એકાગ્રતાને ભંગ કરે છે.જેના કારણે તેની આંખ વધુ સમય સુધી ઘર કે દુકાનને જોઈ શકતી નથી.

લીંબુ-મરચાને દરવાજા પર લટકાવવાની પાછળ એક તર્ક એમ પણ છે કે, જૂના સમયમાં જ્યારે પાકા ઘરો ન રહેતા, તો લોકો લીંબુ-મરચાને કુદરતી કીટકનાશકની જેમ ઉપયોગ કરતા હતા. બંનેની મિક્સ વાસથી કીટાણુ મરી જતા અથવા તો ઘરમાં પ્રવેશ કરતા ન હતા. તેથી તેમને દરવાજા પર લટકાવવામાં આવતા હતા.

દેવી લક્ષ્મી અને અલક્ષ્મી.હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર દેવી લક્ષ્મીને ધન-ધાન્ય અને સંપન્નતાની દેવી માનવામાં આવતા હતા.કથાઓ અનુસાર, દેવી લક્ષ્મીના એક જુડવા બહેન પણ છે, જેમનું નામ અલક્ષ્મી છે. અલક્ષ્મીને દુર્ભાગ્ય અને અનિષ્ટના દેવી માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે લક્ષ્મી દેવીને પોતાના ઘરે બોલાવવા માટે અને પોતાના પર તેમની કૃપાદ્રષ્ટિ બનાવી રાખવા માટે મીઠા પકવાન અને ફળો ચઢાવે છે.

તો એમ માનવામાં આવે છે કે, અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી ચીજો પસંદ છે, આ કારણે લોકો લીંબુ અને મરચાંને એકસાથે બાંધીને દરવાજા પર ટંગાડે છે, જેથી અલક્ષ્મી ક્યારેય ઘરની અંદર પ્રવેશી ન શકે.લીંબુ અને મરચા નો ઉપયોગ કોઈ પણ નકારાત્મક પ્રભાવ ને રોકીને તમારા માટે સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે. જેથી તમને ક્યારેય કોઈ ખરાબ નજર નો સામનો ના કરવો પડે.

મોટા વડીલ હંમેશા ઘરના બાળકોને કહે છે કે જો રસ્તા અથવા પછી કોઈ ચાર રસ્તા પર જો લીંબુ અને મરચું પડેલ દેખાય તો ક્યારેય પણ તેના પર પગ ના રાખવા જોઈએ કે પછી તેને લાંઘીને પાર કરવું જોઈએ.આમ કરવાથી ખરાબ નજર આપણાં પર આવી જાય  છે.

ખબર નજર થી પરેશાન વ્યક્તિ પોતાની સંપત્તિ ની સુરક્ષા માટે દુકાન અને ઘર ના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચું બાંધી દે છે, એવું કરવાથી જે પણ નકારાત્મક પ્રભાવ તમારી સંપત્તિ ની તરફ વધે છે.  તે પ્રભાવ ને પોતાના માં ગ્રહણ કરીને નષ્ટ કરી દે છે. ઘર, કાર્યસ્થળ અને સંપત્તિ ની જગ્યા થી બાંધેલ લીંબુ અને મરચા ને હટાવીને તેથી રસ્તા પર ફેંકી દેવામાં આવે છે કારણકે આવવા વાળા લોકો તેના સંપર્ક માં આવે. એવું કરવાથી લીંબુ અને રસ્તા પર ફેંકવા વાળા વ્યક્તિ ને તેનો ફાયદો મળવાનું શરુ થઇ જાય છે.

જે લોકો રસ્તા પર લીંબુ અને મરચા પર પગ રાખી દે છે તેમના જીવન માં માનો સમસ્યાઓ નો પહાડ તૂટી પડે છે કારણકે એવું માનવામાં આવે છે કે લીંબુ ફેંકવા વાળા વ્યક્તિ ની બધી પરેશાનીઓ અને કષ્ટ બીજા વ્યક્તિ ના ઉપર ચાલ્યા જાય છે. તે વ્યક્તિ પર ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા નો પ્રભાવ પડવા લાગે છે. જેના કારણે તેમની તરક્કી પણ રોકાઈ જાય છે. તેથી કહેવામાં આવે છે કે રસ્તા પર પડેલ લીંબુ અને મરચા થી હંમેશા બચીને ચાલવું જોઈએ.

વૈજ્ઞાનિક હકીકત પ્રમાણે લીંબૂ-મરચા લટકાવવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે. આ ઉપરાંત બીજા પણ અનેક ફાયદા હોય છે શુદ્ધ વાતાવરણ – લીંબુના ઝાડથી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. પણ શહેરોમાં દરેક ઘરમાં લીંબુનુ ઝાડ હોવુ શક્ય હોતુ નથી તેથી આવી પરિસ્થિતિમાં લોકો લીંબૂ-મરચાં લટકાવી લે છે.

જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થઈ જાય અને સભ્યો પર સકારાત્મક ઉર્જા પડે. બીમારીઓ દૂર – ઘરની બહાર લીંબૂ-મરચાં લટકાવવા માટે લીબૂમાં સોઈથી કાણું પાડવુ પડે છે. જેનાથી ભીની સુગંધ હવામાં ફેલાય જાય છે. આ ખુશ્બુથી કીડી-મકોડા જીવ જંતુ પણ દૂર રહે છે અને તાજી હવા મળવાથી કોઈ બીમારી થતી નથી જેના કારણે લીંબુ મરચા ઘર અને ગાડીમાં લગાવવાથી લાભ મળે છે. પણ તેને દર અઠવાડિયે બદલવુ જોઈએ. કારણ કે લીંબૂ વાસી થવાથી તેમાથી દુર્ગંધ આવવા માંડે છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લીંબુ અને મરચા બન્નેમાં વિટામીન સી અને અન્ય મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આવામાં જ્યારે આ બન્નેમાંથી દોરો પરોવવામાં આવે છે ત્યારે તે બધા વિટામિનને શોષી લે છે. પછી એ વિટામિન હવાના માધ્યમથી વાતાવરણમાં ફરતા રહે છે અને આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે. આ રીતે વિટામિન આપણા શરીરમાં પ્રવેશ કરે છે. બસ આજ કારણ છે લીંબુ અને મરચાને દોરામાં બાંધીને ઘર કે બીજે ક્યાંય લટકાવવાથી લાભ મળે છે.

 

[quads id=1]

Related Articles

Back to top button