Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

આજે પણ ભટકી રહ્યા છે અશ્વત્થામા, ફક્ત વાતો જ નહી સબૂત પણ દેખાડે છે લોકો.

અસીરગઢ કિલ્લા સાથે જોડાયેલ કેટલીક રહસ્યમય અને રસપ્રદ વાતો સાંભળવા મળતી રહે છે, જેમાંથી સૌથી વધુ મહત્વપુર્ણ અને વિખ્યાત છે અશ્વત્થામા ની વાત. દુનિયાના સૌથી મોટા રહસ્યને પોતાનામાં સંઘર્યુ છે તેવો અસીરગઢ કિલ્લો બુરહાનપુર થી લગભગ ૨૦ કિમીની દૂરી પર ઉત્તર દિશામાં સતપુડા પર્વતોના શિખર પર સમુદ્રની સપાટી થી ૭૫૦ ફુટની ઉંચાઈ પર સ્થિત છે. બુરહાનપુર ખંડવાથી લગભગ ૮૦ કિમી દૂર છે.

અશ્વત્થામાનું અસ્તિત્વ આજે પણ છે: મહાભારતના વિશે જાણતા લોકો અશ્વત્થામાના વિશે જાણતા જ હશે. કહેવાય છે કે મહાભારતનાં કેટલાય પ્રમુખ ચરિત્રોમાંનુ એક અશ્વત્થામાનું અસ્તિત્વ આજે પણ છે. જો તમે આ વાચીને અચરજ પામો છો તો અમે તમને જણાવી દઈએ કે આ વાત સાચી છે.

પાંચ હજાર વર્ષોથી અશ્વત્થામા ભટકી રહ્યા છે: પાછલા લગભગ પાંચ હજાર વર્ષોથી અશ્વત્થામા ભટકી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે બુરહાનપુર,મધ્યપ્રદેશ સ્થિત અસીરગઢ કિલ્લાના શિવ મંદિરમાં રોજ બધાની પહેલા પૂજા કરવા તેઓ આવે છે. શિવલિંગ પર રોજ સવારે તાજા ફૂલ અને ગુલાલ ચડાવેલું હોવું પોતાના માજ એક રહસ્ય છે. અમે તમને મહાભારત કાળનાં અશ્વત્થામા સાથે જોડાયેલ એ ખાસ વાતો જણાવવાં જઈ રહ્યા છીએ, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.

ગુરુ દ્રોણાચાર્ય ના પુત્ર હતા અશ્વત્થામા: અશ્વત્થામા મહાભારતકાળ એટલે કે દ્વાપરયુગમાં જન્મ્યા હતાં. એમની ગણતરી એ યુગનાં શ્રેષ્ઠ યોધ્ધાઓમાં થતી હતી. તેઓ ગુરુ દ્રોણાચાર્યનાં પુત્ર અને કુરુવંશનાં રાજગુરૂ કૃપાચાર્ય નાં ભાણેજ હતા. દ્રોણાચાર્યે જ કૌરવો અને પાંડવોને શસ્ત્રવિદ્યા શીખવાડી હતી.

કૂટનીતિનો સહારો લીધો: મહાભારતનાં યુદ્ધમાં પિતા-પુત્રની જોડીએ મહાભારતનાં યુદ્ધ દરમિયાન પાંડવોની સેનાને તહેસ- નહેસ કરી નાખી હતી. પાંડવ સેનાને હતાશ થતાં જોઈ શ્રીકૃષ્ણએ દ્રોણાચાર્યનો વધ કરવા માટે યુધિષ્ઠિર ને કૂટનીતિનો સહારો લેવા કહ્યું. કૂટનીતિ વડે પાંડવોએ દ્રોણાચાર્યનો વધ કરી નાખ્યો.

શ્રીકૃષ્ણએ દિધો શ્રાપ: પિતાના મૃત્યુએ અશ્વત્થામાને વિચલિત કરી દિધો. મહાભારતનાં યુદ્ધ પછી જ્યારે અશ્વત્થામાએ પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પાંડવપુત્રોનો વધ કરી દિધો તથા પાંડવ વંશનો સમૂલ નાશ કરવા માટે ઉત્તરાનાં ગર્ભમાં રહેલા અભિમન્યુ પુત્ર પરીક્ષિતને મારવા માટે બ્રમ્હાસ્ત્ર છોડ્યું, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પરીક્ષિતની રક્ષા કરીને દંડ સ્વરૂપે અશ્વત્થામાનાં માથા પરનો મણી ઉખેડી લઈ એમને તેજહીન કરી દિધા અને યુગો યુગો સુધી સુધી ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો.

કહેવાય છે ગાંડો થઈ જાય છે જોવા વાળો: કહેવાય છે કે અસીરગઢની સિવાય મધ્યપ્રદેશનાં જ જબલપુર શહેરના ગૌરીઘાટ(નર્મદા નદી)નાં કિનારે પણ અશ્વત્થામા ભટકતા રહે છે. સ્થાનીય રહેવાસીઓ અનુસાર ક્યારેક ક્યારેક તેઓ પોતાના માથાની ઈજામાંથી નીકળતા લોહીને રોકવા માટે હળદર અને તેલની માંગ પણ કરે છે. કેટલાક લોકોએ આ વિશે પોતાની આપવીતી પણ સંભળાવી. ગામનાં કેટલાક વડીલોનું માનીએ તો જે એક વાર અશ્વત્થામા ને જોઈ લે છે, તેનું માનસિક સંતુલન બગડી જાય છે.

શિવ મંદિરમાં કરે છે પૂજા- અર્ચના: કિલ્લામાં સ્થિત તળાવમાં સ્નાન કરીને અશ્વત્થામા શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરવા જાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ ઉતાવલી નદીમાં સ્નાન કરીને પૂજા માટે અહિયા આવે છે. આશ્ચર્યની વાત એ છે કે પર્વતની ટોચ પર બનેલા કિલ્લામાં સ્થિત આ તળાવ બુરહાનપુરની તપતી ગરમીમાં પણ ક્યારેય સૂકાતું નથી. તળાવથી થોડું આગળ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર ચારે બાજુથી ખાઈઓ વડે ઘેરાયેલ છે.

કહેવાય છે કે આ ખાઈઓ માજ કોઈ ગુપ્ત રસ્તો બનેલો છે. જે ખાંડવવન(ખંડવાજિલ્લા) માંથી પસાર થઈ સીધો આ મંદિરે નીકળે છે. આ જ રસ્તેથી અશ્વત્થામા આવે છે મંદિર. આ જ રસ્તા પરથી પસાર થતા અશ્વત્થામા મંદિરની અંદર આવે છે. ભલે આ મંદિરમાં કોઈ પ્રકાશ અને આધુનિક વ્યવસ્થા ન હોય, અહિયા કોઈ પંખી પણ ફરકતું ન હોય તો પણ પૂજા એકધારી શરૂ રહે છે. શિવલિંગ પર દરરોજ તાજા ફૂલ અને ગુલાલ ચડાવેલું રહે છે.

માનો તો આ સાચું, ન માનો તો ખોટું: બુરહાનપુરના ઈતિહાસવિદ ડો. મોહમ્મદ શફી( પ્રોફેસર, સેવા સદન  મહાવિદ્યાલય, બુરહાનપુર) એ કહ્યુ કે બુરહાનપુરનો ઈતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. પહેલા આ જગ્યા ખાંડવવન સાથે જોડાયેલી હતી. કિલ્લાનું નામ અસીરગઢ અહિયાનાં એક પ્રમુખ ગોવાળ આસા અહીરના નામ પર રાખવામાં આવ્યુ હતું. કિલ્લાને આ સ્વરૂપ ૧૩૮૦ઈ. માં ફારુખી વંશના બાદશાહોએ આપ્યુ હતું. જ્યાં સુધી અશ્વત્થામાની વાત છે, તો શફી સાહેબ કહે છે કે મેં બાળપણથી જ આ કહાનીઓ સાંભળી છે. માનો તો આ સાચી છે ન માનો તો ખોટી.

અષ્ટચિરંજીવીઓ માંથી એક છે અશ્વત્થામા: મહાભારતના પ્રમુખ પાત્રો માંથી એક અશ્વત્થામા હતા. એ કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા. હનુમાનજી વગેરે આઠ અમર લોકોમાં અશ્વત્થામા નું નામ પણ આવે છે. એટલે કે અશ્વત્થામા, રાજા બલિ,વ્યાસજી,હનુમાનજી,વિભીષણ,કૃપાચાર્ય,પરશુરામ અને ઋષિ માર્કન્ડેય- આ આઠેય અમર છે.

[quads id=1]

Related Articles

Back to top button