Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

આખા ગુજરાત ને પોતાના ગીત ના તાલે ડોલવનાર જીગ્નેશ કવિરાજ જીવે છે આવું વૈભવી જીવન, જુઓ તસવીરો

મિત્રો, આજે તમને એવા કલાકાર વિશે જણાવીશું કે જેના ગીતો સાંભળતા આખું ગુજરાત ડોલી ઉઠે છે. હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ જીગ્નેશ કવિરાજ ની. આજે તમને એમના જીવન વિશે તમને જણાવીશું, જેમને ઘણા સંઘર્ષ કરી આ સફળતા મેળવી છે.આજે તમને પૂછવામાં માં આવે કે અશિકા ના સૌથી સારા ગીતો કોણ ગાય છે તો તમે કહેશો કે જીગ્નેશ કવિરાજ,આજે ગુજરાત માં જીગ્નેશ કવિરાજ નું નામ ખૂબ મોટું બની ગયું છે.

ગુજરાતી ગીતો નો આ બાદશાહ આજે ખૂબ મોટો માણસ બની ગયો છે.ગુજરાતી ગીત સંજીતનું મોટું નામ એટલે જીગ્નેશ કવિરાજ. મોટાભાગના લગ્ન પ્રસંગોમાં જો જીગ્નેશ કવિરાજનું ગીત ન વાગે તો જ નવાઈ લાગે.

 

 

અન્ય ગાયકો કરતાં અભિનેતા અને ગાયક જીગ્નેશ ખૂબ અલગ છે.કવિરાજ ના ગીતો ફક્ત ગુજરાત માં જ નહીં પણ દુબઈના હબીબી,આફ્રિકાના લોકો, અને ઓસ્ટ્રેલિયાના ધોળીયાવને પણ ગુજરાતી ગીત સાંભળતા કરી દીધા,અને ત્યાં પણ એમના ખૂબ ચાહકો છે.

જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.તમને એમના બાળપણ ની વાત કરીએ તો જીગ્નેશ કવિરાજને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ લગાવ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.

નાની ઉંમરથી જ તેઓ તેમના પિતા અને કાકા સાથે ભજનનાં પ્રોગ્રામોમાં જતા. પરંતુ તેમના ઘરેથી સૌ ઇચ્છતા હતા કે જીગ્નેશ કવિરાજ ભણવામાં ધ્યાન આપે અને તેમાં તેનું કરિયર બનાવે પણ જીગ્નેશ કવિરાજને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેમને સંગીતક્ષેત્રે જ પોતાનું કરિયર બનાવવું હતું.

એક દિવસ જીગ્નેશ કવિરાજ ના ફરિયા માં એક લગ્ન પ્રસંગ હતો.અને ત્યાં જીગ્નેશ કવિરાજ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરે છે. માત્ર 13 વર્ષના જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે.

મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનું લીલી તુવેર સૂકી તુવેર’ ગીત ગાય છે.આ ગીત બધા ને ખૂબ પસંદ આવ્યું હતું.આ ગીત પર લોકો એ ખૂબ મોજ કરી હતી.અને ખાસ કે આ કવિરાજ નો અવાજ સંગીત સ્ટુડિયો કમલેશભાઈને પણ ખૂબ પસંદ આવી ગયો.

અને એમને જીગ્નેશ કવિરાજ ને કહ્યું કે તમે મને મારા સ્ટુડિયો માં આવી ને મળજો.અને ત્યાર બાદ જીગ્નેશ ભાઈ ત્યાં જાય છે.ત્યારે કમલેશ ભાઈ એ એમને કહ્યું હતું કે દશામાંના વ્રત ચાલતા હોવાથી આપણે તેમની ઉપર એક કેસેટ રેકોર્ડ કરવાની છે અને ઈ પણ તમારા અવાજમાં.


પોતાના કરિયરની પહેલી ઓડિયો કેસેટ બહારે પડે જેનું નામ ‘દશામાંની મહેર’. આ કેસેટ લોકોને એટલી બધી ગમે કે જીગ્નેશ કવિરાજની ‘દશામાંની મહેર’ નામની કેસેટ લાખોની સંખ્યામાં વહેંચાઈ.અને ત્યાં થી એમનું નામ આખા ગુજરાત માં ખૂબ લોક પ્રિય થઈ ગયું હતું. અને ત્યાર બાદ એમને પોતાના કરિયર ની શરૂઆત અહીં થી કરી હતી.

જણાવી દઈએ કે આપણા લોક લાડીલ જીગ્નેશ કવિરાજ ફક્ત 8 ધોરણ જ ભણેલા છે.પણ એમને બાળપણ થી ગીતો ગાવા નો શોખ હતો.અને એમને સાબિત કર્યું બતાવ્યું કે સંઘર્ષ થી બધું જ મેળવી શકાય છે.એમને બાળપણ માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.

જીગ્નેશ કવિરાજ નું નામ દશામાંની મહેર’ નામની કેસેટ બાદ ખૂબ મોટું બની ગયું હતું.અને ત્યાંર થી જ જીગ્નેશ કવિરાજને નાનામોટા પ્રોગ્રામો મળવાના શરુ થઇ ગયા. આ નાનામોટા પ્રોગ્રામના અનુભવમાં તેઓ કહે છે કે મારા પિતા અને કાકા મને સ્કૂટર પર બેસાડી અને પ્રોગ્રામમાં લઇ જતા.

તેમનો એક યાદગાર પ્રસંગ તેઓ ટાંકે છે કે એક વખત પ્રોગ્રામમાં એટલા બધા લોકો ન થયા તેથી પ્રોગ્રામ રાત્રે 12:00 વાગ્યે પૂરો થઇ ગયો, આ જગ્યા તેમના ગામથી દૂર હતી એટલે તેઓ બસમાં આવેલા. અને તેમના ગામની બસ સવારે 6:00 વાગ્યા સિવાય મળવાની ન હતી.

તેથી તેઓને તે આખી રાત એક બસસ્ટેન્ડ વિતાવવી પડી હતી.જીગ્નેશ કવિરાજ નું જોરદાર ગીત,”હાથ માં છે વિકસી અને આંખો માં પાણી” આ ગીતે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું.અને ત્યાર બાદ આ ગીત ખૂબ ચાલ્યા બાદ એમને ઘણા અશિકા ના ગીતો ગાયા હતા.

બીજી વાત કરીએ તો એ હાલ ડાયરો,લગ્ન પ્રસંગ,અને સાંક્રુતિક કાર્યક્રમ માં પણ ખૂબ મોજ કારાવે છે.એમને અત્યાર સુધી ઘણા ડાયરા કર્યા છે એમના ગુરુ એવા કીર્તિદાન ઘઢવી સાથે પણ એમને ખૂબ લોક ડાયરા કર્યા છે.

અને એમને કિંજલ દવે,વિક્રમ ઠાકોર,ગમન ભાઈ સાંથલ સાથે પણ ઘણા ગીતા અને ડાયરાઓ કર્યા છે.એમને ઘણા લગ્ન ગીતો સાથે નવરાત્રી પોગ્રામ પણ ખૂબ કર્યા છે.જીગ્નેશ કવિરાજ કહે છે કે,સફળતા મેળવવા માટે સારા અનુભવો કરતા ખરાબ અનુભવો તમને વધુ કામ લાગે છે.

અને આ વાત કહેતા તેઓ કહે છે કે, હું જયારે કોઈ મોટા પ્રોગ્રામોમાં જતો ત્યારે મોટા કલાકારોને કહું કે મને એક ગીત ગાવા દો, પણ તેઓ આખી આખી રાત મને બેસાડી રાખતા એમ કહીને કે થોડીવાર પછી ગાવા દઈશ અને આખી આખી રાત બેસાડ્યા પછી પણ તેઓને ગાવા દેવું હોય તો જ ગાવા દેતા.

અથવા તો એમ કહેતા કે મારી ગાડી સાફ કરી દે અને મેં એ લોકોની ગાડી પણ સાફ કરી છે.મેં પહેલા ગીતા ગાવા માટે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.અને ત્યાર બાદ મને આટલી મોટી સફળતા મળી.આજે કવિરાજ નું નામ આખા ગુજરાતી માં છવાયેલું છે.

એમને એક ગીત આવતા ની સાથે લાખો લોકો એને જોવો માટે તત્પર રહે છે.જીગ્નેશ કવિરાજે દેશ ભક્તિ ના ગીતા પણ ખૂબ ગાયા છે.જીગ્નેશ કવિરાજ ના લગ્ન પણ થઈ ગયા છે.કવિરાજે ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.એમના બાળકો પણ છે.અને હાલ જીગ્નેશ કવિરાજ ખૂબ વૈભવી જીવન જીવે છે.

[quads id=1]

Related Articles

Back to top button