Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

બીજેપી કાર્યકરો ને માર માર્યા નો આક્ષેપ થતાં અમરેલી ના ઓફિસર અભય સોની ની કરવામાં આવી બદલી

રાજકિય મેળવડા હોય, ચુંટણી હોય ત્યારે કોરોના ની ગાઈડલાઇન્સ ના લીરેલીરા ઉડાડવામાં આવે છે. અને એ પૂરું થતાં જ આમ જનતા ને હેરાન કરવામાં આવે છે. આના લીધે ઘણી વખત પોલીસ અને પ્રજા વચે તકરાર થઈ જાય છે. પરંતુ આજે પહેલી એવી ઘટના બની છે કે જેમાં અમરેલીના એએસપી અભય સોનીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ના નિયમો નું ઉલ્લંઘન કરતાં ભાજપના નેતાઓને પડકારવાની હિંમત કરી જેના પરિણામ સ્વરૂપે 24 કલાકમાં આ બહાદુર પોલીસ ઓફિસરનું અમરેલીથી ગાંધીનગર એસઆરપીમાં બદલી કરવાનો આદેશ થઈ ગયો છે.

અમરેલીના એસપી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલીના એએસપી અભય સોની ને નાઈટ પેટ્રોલીંગની જવાબદારી સોંપાઈ હતી. આ પોલીસ ઓફિસર નાઈટ પેટ્રોલીંગ દરમિયાન નીકળ્યા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો જાહેર જગ્યા પર એક સ્ટેજ બનવાનું કામ કરી રહ્યા છે. હવે આ મામલો એવો હતો કે અમરેલીના નેતાઓ દ્વારા કોરોના ની રસીકરણ નો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

રવિવારે યોજાનાર આ કાર્યક્રમ માં ભાજપ ના અગ્રણી નેતા પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહેવાના હતા. શનિવારની રાત્રે પેટ્રોલીંગમાં નિકળેલા અભય સોનીના ધ્યાનમાં આવ્યું કે આ કાર્યક્રમની તૈયારી કરી રહેલા માણસો કોરોના ની ગાઈડલાઇન્સ નું જાહેર માં ઉલ્લંઘન કરી રહ્યા છે, અને કોઈએ માસ્ક પહેર્યું નથી. આ સમારોહનું આયોજન કરનાર પૈકીના બીજેપીના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણીના ભાઈ મુકેશ સાંઘાણી પણ ત્યાં હતા.

તે સમયે અભય સોની એ કોરોના ના નિયમો નું પાલન કેમ નથી થઈ રહ્યું એને લગતા પ્રશ્ન પુછતાં વાતાવરણ થોડુંક ગરમ થઈ ગયું હતું. એક તરફ બીજેપી ના નેતાઓ બીજી તરફ એક યુવાન નીડર આઈપીએસ અધિકારી હતા. બંને પક્ષ તરફથી દલીલો ચાલી રહી હતી એ દરમિયાન ભાજપ ના 2 કાર્યકર્તા ઓ ને પોલીસે માર્યા એવો આક્ષેપ મૂક્યા બાદ ઇજાગ્રસતો ને સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા.

ત્યાર બાદ આ ઘટનાને પગલે બીજેપી ના ઘણા બધા લોકો  હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. નેતા દિલીપ સંઘાણી સાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સાંસદ નારણ કાછડીયા, , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિતના હોદ્દેદારો દવાખાના ના આંગણ માં  બેસી ગયા હતા અને ઓફિસર અભય સોની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, રસીકરણના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો કામ કરી રહ્યા હતા. એ વખતે અભય સોની દ્વારા ખરાબ વર્તન કરી માર મારી અપશબ્દો બોલી પોલીસ સામે કાર્યવાહી કરવા માટે મે મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતા હોય તેવા સમયે યોજાનાર રસીકરણ નો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટેનો પ્રયાસ કરાયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે ASP અભય સોની વિરૂદ્ધ ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે પોલીસ કોરોના રસીકરણ ના કાર્યક્રમમાં અવરોધો ઉભા કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ તેમણે પોલીસવડાને ફોન કરીને ખખડાવ્યા હતા.

આમ, આ મામલે ભારે હોબાળો મચ્યા બાદ આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એએસપી અભય સોનીની બદલી કરી દઈ હાલ પૂરતો મામલો થાળે પાડી દેવાયો છે. ધારોકે આ પોલીસ અધિકારી થી કઈક નાની ભૂલ થઈ પણ હશે પરંતુ તેમનો ઇરાદો નબળો ન હતો. હવે જો આમ ને આમ રાજકીય સત્તા નો ઉપયોગ કરી ને પોલીસ ને પાંગળા બનાવમાં આવશે તો કાનૂન ની રક્ષા કેમ થશે.

[quads id=1]

Related Articles

Back to top button