રાજકારણ

આમ આદમી વધુ એક દિગ્ગજની એન્ટ્રી થતા ઇસુદાન ગઢવીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને જનતાનું સમર્થન પણ મળી છે. હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂત બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ અને ધર્મના લોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ની રાષ્ટ્રીય નીતિ થી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થઈ રહ્યા છે.

જ્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા થોડા સમયથી અનેક મહાન હસ્તીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે અને આ યાદીમાં વધુ એક નામ સામેલ થવાનું છે. આજે નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી ની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહને ટોપી અને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કેયુર શાહ વ્યવસાયથી સિવિલ એન્જિનિયર છે.

આ સિવાય કેયુર શાહ સી.આર. પાટીલની લોકસભામાંથી પાર્ટીમાંથી પણ આવે છે. જ્યારે કેયુર શાહ દ્વારા ગુજરાતમાં દિલ્હી જેવા ક્રાંતિકારી પરિવર્તન માટે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ અરવિંદ કેજરીવાલના કટ્ટર પ્રામાણિક અને દેશભક્તિથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ દ્વારા જે રીતે દિલ્હીમાં ક્રાંતિકારી કામ કરી બતાવવામાં આવ્યું છે તે ગુજરાતમાં પણ થતું જોવા ઈચ્છે છે. જે રીતે દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ મફત વીજળી આપવામાં આવે. આ સિવાય શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ વિશ્વ કક્ષાની આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા મળે તે જ મારું મુખ્ય ટાર્ગેટ રહેલો છે.

એવામાં આજે ફરી એક વખત કોંગ્રેસનો વધુ એક નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેમનું સમગ્ર આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત છે. આમ આદમી પાર્ટી હંમેશા એવા લોકોને અપનાવવામાં આવે છે, જેઓ દેશ અને લોકોની સેવા કરવા માંગે છે. દિવસે ને દિવસે આ રીતે પ્રામાણિક લોકોના જોડાવાના કારણે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂતાઈથી આગળ વધી રહી છે. તેના લીધે કોંગ્રેસ અને ભાજપ આમ આદમી પાર્ટીથી નારાજ પણ છે. આવનારી ચૂંટણી માત્ર અને માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ જોવા મળશે અને લોકોના સમર્થનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની જનતા સાથે જન સમર્થન વાળી સરકારને બનાવવા જઈ રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button