Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
રાજકારણ

પેગાસસ કેસ : “ભારતીય ઓપરેશન” ના પૈસા કંપનીને કોણે આપ્યા? મોદી સરકાર લોકોને જવાબ આપે: સુબ્રમણ્યમ સ્વામી

પેગાસસ સ્પાઈવેર કેસને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. પેગાસસ સ્પાઈવેર એક કોમર્શિયલ કંપની છે જે કોન્ટ્રાક્ટ આધારિત કામ કરે છે. એવામાં ભારતીય “ઓપરેશન”ને અંજામ આપવા માટે જો કેન્દ્રએ નહીં તો કોણે તે કંપનીને પૈસા આપ્યા હતા? તેને લઈને સવાલ પૂછ્યો છે.

મંગળવારના રોજ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું છે કે, તે બિલ્કૂલ સ્પષ્ટ છે કે, Pegasus Spyware એક કોમર્શિયલલ કંપની છે જે કોન્ટ્રાક્ટ આધારીત કામ કરે છે. તેથી પ્રશ્ન ઉભો થયો છે કે “ભારતીય ઓપરેશન” માટે તેમને કોણે ચૂકવણી કરી હશે. ભારત સરકારે કરી નથી તો કોણે કરી? ભારતના લોકોને આ બાબત અંગે જણાવવું મોદી સરકારનું કર્તવ્ય રહેલું છે.

આ અગાઉ તેમને ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, ગૃહ મંત્રીએ સંસદમાં જણાવવા જોઈએ કે, સરકારનું ઈઝરાઇલી કંપની સાથે કોઈ લેવા-દેવા છે કે નહીં, જેને આપણા ટેલિફોન ટેપ કરેલા છે. નહીં તો વોટરગેટની જેમ સત્ય સામે આવી જશે અને હાલના રસ્તાથી બીજેપીને નુકશાન પહોંચી શેક છે.

જ્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે દુનિયાભરમાં પત્રકારો, માનવાધિકાર રક્ષકો, રાજનેતાઓની જાસૂસી કરવા માટે પેગાસસ સોફ્ટવેરના ઉપયોગને ખુબ જ ચિંતાજનક જણાવતા સોમવારના રોજ સરકારોને તેમની તે મોનિટરિંગ ટેકનોલોજી પર તત્કાલ લગામ લગાવવાનું આહ્વાન કર્યું હતું. જેના દ્વારા માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button