સમાચાર

ચીની નાગરિક પકડાયો, બે વર્ષ માં ૧૩૦૦ ભારતીય સીમ કાર્ડ ચીન પહોંચાડ્યા નું કબૂલ્યું, કઈક મોટો કાંડ કર્યા હોવાની આશંકા

બીએસએફ એ ગુરુવારે જે ચીની નાગરિક ને ભારત- બાંગ્લાદેશ બોર્ડર પર થી ગિરફ્તાર કર્યો હતો, તેની સાથે ની પૂછપરછ માં કેટલાય ચોંકવનારા ખુલાસાઓ થયા છે. ૩૬ વર્ષીય ચીની નાગરિક હાન જુનવે એ કહ્યું છે કે તેણે ગયા બે વર્ષો માં લગભગ ૧૩૦૦ ભારતીય સિમ કાર્ડ ની તસ્કરી કરી ચીન મોકલ્યા છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશ એટીએસ નાં ૪ સદસ્યોની ટીમ પશ્ચિમ બંગાળ ના માલદા પહોચી છે. આ ટીમ આરોપી સાથે પૂછપરછ કરશે અને આ વાત ની તપાસ કરવાની જવાબદારી પોતાના હાથ માં લેશે. બીએસએફે ચીન નાં હુબઈ પ્રાંત ના રહેવા વાળા હાન જુનવે ને ગુરૂવારે એ સમયે ગિરફ્તાર કર્યો હતો, જ્યારે તે બાંગ્લાદેશ માંથી ગેરકાયદેસર રીતે ભારત ની સીમા માં ઘુસી આવ્યો હતો. તપાસ માં તેની પાસે થી કોઈ પાક્કા દસ્તાવેજ પણ મળ્યા નથી.

હાન જુનવે નો કથિત બિઝનેસ પાર્ટનર સુન જિયાંગ ને પણ પાછલા દિવસો માં યુપી પોલિસે ગિરફ્તાર કર્યો હતો. જુનવે સાથે ની પૂછપરછ ને લઈ ને બીએસએફ ના ડીઆઈજી એસએસ ગુલેરિયા એ કહ્યું કે, ‘ પૂછપરછ દરમિયાન જુનવે એ કહ્યું છે કે જિયાંગે ૧૩૦૦ ભારતીય સીમ કાર્ડ ચીન માં મોકલ્યા હતા. આ સીમ કાર્ડ ને જુનવે અને તેની પત્ની એ રિસીવ કર્યા હતા. અત્યારે અમે એ વાત ની તપાસ કરી રહ્યા છીએ કે આ સિમ કાર્ડની તસ્કરી શું કામ કરવા માં આવી? હવે આ વાત ની તપાસ યૂપી એટીએસ ને સોંપવામાં આવી છે’ બીએસએફ ના વરિષ્ઠ અધિકારીઓ ને શંકા છે કે હાન જુનવે જાસુસ એજેંસી થી લઈને આર્થિક અપરાધ સાથે જોડાયેલો હોઈ શકે છે.

પોસ્ટ નાં માધ્યમ થી સિમ મોકલાવતા હોવાનો સંદેહ, લેપટોપ ની પણ કરવા માં આવી રહી છે તપાસ: બીએસએફ નાં એક સીનિયર અધિકારી એ જણાવ્યું કે ભારત માંથી સિમ કાર્ડ ને પોસ્ટ કે પછી કોઈ બીજા વ્યક્તિ સાથે ચીન મોકલી દેવા માં આવ્યા હતા. પૂછપરછ અને તપાસ કર્યા પછી જ હકીકત સામે આવશે. હાન જુનવે નાં લેપટોપ ની પણ એજેંસી તરફ થી તપાસ કરવામાં આવી રહી છે. જુનવે એ કહ્યું છે કે ગુરુગ્રામ માં તેનું સ્ટાર સ્પ્રિંગ નામ નું હોટલ પણ છે. તેનું કહેવું છે કે તે ૨૦૧૦ પછી થી અત્યાર સુધી માં ૪ વાર ભારત માં ઘુસી ચુક્યો છે અને હૈદરાબાદ, ગુરુગ્રામ અને દિલ્લી માં રોકાયો હતો. હુનવે એ કિધુ કે તેના હોટલ માં કેટલાંક ચીની કર્મચારી છે તો કેટલાંક ભારતીય પણ છે.

લખનઉ પોલિસે દાખલ કરી હતી જુનવે વિરુદ્ધ FIR: બીએસએફ નાં અધિકારીઓ એ જણાવ્યુ કે તેનું વતન ચીન નાં હુઈબે માં છે. તમને જણાવીએ કે તેનો કથિત બિઝનેસમેન પાર્ટનર જિયાંગ જેને યૂપી પોલિસ ની એટીએસ એ ગિરફ્તાર કર્યો હતો ત્યારે જિયાંગે પણ જુનવે અને તેની પત્ની ની વાત કરી હતી. આ પછી પોલિસે તેની વિરુદ્ધ માં પણ FIR દાખલ કરી હતી. આના લીધે તેને ભારતીય વિઝા મળ્યો નહી. ત્યાર બાદ જુનવે એ નેપાળ અને બાંગ્લાદેશ થી વિઝા ની વ્યવસ્થા કરી અને ભારત માં ઘુસવાનો પ્રયાસ કર્યો.

[quads id=1]

Related Articles

Back to top button