ગુજરાતદેશ

રશિયા-યુક્રેન તણાવની ભારત પર અસર, ગુજરાતમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પો-2022 મોકૂફ

ગુજરાતમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પો 2022 મોકૂફ, સંરક્ષણ મંત્રાલયે કહ્યું- ટૂંક સમયમાં જણાવશે નવી તારીખ

ગુજરાતમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પો 2022 મોકૂફ રાખવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયે આજે આ અંગે જાણકારી આપી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે 10 માર્ચથી 14 માર્ચ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પો 2022ને મોકૂફ રાખી દેવામાં આવ્યો છે.

“પ્રવક્તાએ કહ્યું કે, “સહભાગીઓ દ્વારા અનુભવ કરવામાં આવી રહેલ લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે ગાંધીનગર, ગુજરાતમાં 10 માર્ચથી 14 માર્ચ દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સ્પો 2022ને મોફુક રાખી દેવામાં આવ્યો છે. આ માટે હવે નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

જણાવી દઈએ કે ડિફેન્સ એક્સપોમાં ભારતીય સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે. આમાં અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ ભાગ લે છે. સંરક્ષણ મંત્રાલય ડિફેન્સ એક્સપોનું આયોજન દર બે વર્ષે કરે છે.

છેલ્લી વખત ડિફેન્સ એક્સપોનું આયોજન 5-9 ફેબ્રુઆરી, 2020 ના રોજ લખનૌમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો અને 12 લાખથી વધુ લોકો તેને જોવા પહોંચ્યા હતા.

ડેફેક્સપો-2022માં અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને યુરોપ સહિત વિશ્વના વિવિધ દેશોની એક હજારથી વધુ કંપનીઓ દ્વિવાર્ષિક ઈવેન્ટમાં ભાગ લેવાની હતી, પરંતુ યુદ્ધના કારણે સર્જાયેલા તણાવને કારણે તેને આગલી સૂચના સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા, સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણ બાબુએ કહ્યું કે પ્રદર્શનમાં ભાગ લેનારી કંપનીઓને લોજિસ્ટિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે ડિફેન્સ એક્સ્પો-2022 મુલતવી રાખવામાં આવ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button