કમ્પ્યુટર અથવા લેપટોપ પર કેવી રીતે કરશો WhatsApp વિડિયો કૉલ? આ છે સરળ રીત
હાલના સમયમાં વોટ્સ એપ નો ઉપયોગ ચેટિંગ અથવા વોઈસ કૉલ માટે જ નહીં, પરંતુ વિડિયો કૉલ માટે પણ કરવામાં આવે છે. સારી વાત છે કે આ સેવા સંપૂર્ણપણે મફત છે. જો કે, વિડિયો કૉલ માટે બરોબર ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. તમે સ્માર્ટફોન સિવાય વોટ્સએપ ના વેબ વર્ઝન દ્વારા પણ વિડિયો કૉલ કરી શકો છો. ચાલો જાણીએ કે તમે વોટ્સ એપ વેબ દ્વારા કેવી રીતે કરી શકો છો, વિડિયો કૉલ
આ રીતે કરો વોટ્સ એપ વેબ પર વિડિયો કૉલ
1- વોટ્સ એપ વેબ દ્વારા વિડિયો કૉલ કરવા માટે, વેબ બ્રાઉઝરમાં WhatsApp ખોલો
2- અહીં તમે ક્રિએટ રૂમ (Create a Room) નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો
3- હવે તમારી સ્ક્રીન પર એક પૉપ-અપ આવશે, તેના પર ટેપ કરીને આગળ વધો
4- રૂમ ક્રિએટ કરીને તે લોકોને મોકલો, જેની સાથે તમે વિડિયો કૉલ કરવા માંગો છો
5- આ રીતે તમે સરળતાથીવોટ્સ એપ વેબ દ્વારા વિડિયો કોલ કરી શકશો
તમને જણાવી દઈએ કે વોટ્સએપ ના પ્લેટફોર્મ પર એક કરતા વધારે સુવિધાઓ ઉપલબ્ધ છે, જે યુઝરને ઘણું ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. આમાંની એક છે મ્યૂટ વિડિયો સુવિધા. આ સુવિધાની વાત કરીએ તો માર્ચ 2021 માં શરૂ કરવામાં આવી છે. આ સુવિધા વિશે વાત કરીએ તો, યુઝર તેના દ્વારા વિડિયો મોકલતા પહેલા તેના અવાજને મ્યૂટ કરી શકશે. જ્યારે વિડિયો બીજા યુઝર સુધી પહોંચશે તો તે વિડિયોમાં કોઈ અવાજ સાંભળશે નહીં. યુઝર્સ વોટ્સએપમાં જઈને આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
આ રીતે કરો કોઈ પણ કોઈપણ વિડિયો ને મ્યૂટ
કોઈપણ વિડિયો નો અવાજ બંધ કરવા માટે, વોટ્સએપપર જાઓ. અહીં તમારે તે યુઝરનો મેસેજ બૉક્સ ખોલવો પડશે જેને તમે વિડિયો મોકલવા માંગો છો. મેસેજ બૉક્સ ખોલ્યા પછી ગેલેરી પર ટેપ કરો. હવે તે વિડિયોપસંદ કરો જેનો અવાજ તમે મ્યૂટ કરવા માંગો છો. જયારે તમે વિડિયો પર ટેપ કરશો, ત્યારે તમને ડાબી બાજુએ સ્પીકરનું ચિહ્ન દેખાશે. તે વિકલ્પ પર ક્લિક કરો.