Holi 2022: અમદાવાદમાં આ રીતે ઉજવાઈ હોળી, જુઓ Video
Holi 2022: અમદાવાદમાં આ રીતે ઉજવાઈ હોળી, જુઓ Video

સમગ્ર દેશ સહીત અમદાવાદમાં પણ ગઈકાલે શુક્રવારે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ દિવસે અમદાવાદમાં લોકો ગીતોના તાલે નાચ્યા અને રંગો અને પાણીથી હોળી રમી હતી. ત્યારે આ પ્રસંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને પ્રકૃતિ પૂજા અને રંગોના તહેવારની શુભેચ્છા પાઠવી છે. જયારે, ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ એક ટ્વિટમાં લખ્યું કે હું રંગોનો આ તહેવાર પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સામાજિક સમરસતાને ઉજાગર કરતો આનંદનો તહેવાર બને તેવી શુભેચ્છા પાઠવું છું.
આ સાથે જ રાજ્યભરમાં ગઈકાલે હોળી રમવામાં આવી હતી. આ તહેવારમાં રાજ્યના લોકો રંગોમાં તરબોળ જોવા મળ્યા હતા. જયારે, હોળી પર રાજ્યમાં કડક તકેદારી રાખવામાં આવી હતી. હોળીને લઈને યુવાનો અને બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો, યુવાનો અને યુવતીઓ ગીતોની ધૂન પર રંગોમાં રંગાઈને જગ્યાએ જગ્યાએ નાચતા જોવા મળ્યા હતા. એકબીજાને રંગો લગાવ્યા બાદ ગળે લગાવીને હોળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. આ દિવસે વિવિધ પક્ષોના આગેવાનોએ પણ હોળી રમી હતી. જો કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે હોળીનો તહેવાર ઉજવી શકાયો નહતો, ત્યારે કોરોના સંક્રમણ ઓછું થતા આ વખતે ધામધૂમથી હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો છે.
#WATCH Gujarat | People play #Holi with colours and water with great fervour by dancing to the tunes of songs in Ahmedabad pic.twitter.com/cUlrykVW5y
— ANI (@ANI) March 18, 2022
હોળીનો તહેવાર પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળમાં, ફક્ત ફૂલોથી અથવા ફૂલોમાંથી બનાવેલા રંગોથી હોળી રમવાનો રિવાજ હતો. પરંતુ આધુનિક સમયમાં હોળી રંગો અને ગુલાલથી રમાય છે. આ દિવસે વિવિધ પ્રકારની વાનગીઓ જેમ કે ગુજિયા, મથરી વગેરે બનાવવામાં આવે છે.
રંગોના આ તહેવારમાં લોકો પોતાની ફરિયાદો ભૂલીને એકબીજાને ભેટે છે. હિરણ્યકશિપુએ તેની બહેન હોલિકાને ભક્ત વિષ્ણુ પ્રહલાદને મારવા માટે અગ્નિમાં પ્રવેશ કરાવ્યો હતો, પરંતુ હોલિકાનું વરદાન નિરર્થક સાબિત થયું અને તે પોતે તે અગ્નિમાં મૃત્યુ પામી. એ જ રીતે અહંકાર, બુરાઈનો પરાજય થયો અને પ્રહલાદની જીતના આનંદમાં હોળીનો તહેવાર ઉજવાયો.
ગુજરાતના સૌ નાગરિકોને ધૂળેટીના પર્વની શુભકામનાઓ. રંગોનું આ પર્વ આપસી પ્રેમ-બંધુત્વ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું ઉમંગ પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ. pic.twitter.com/jKo1aR4WcF
— Vijay Rupani (@vijayrupanibjp) March 18, 2022