Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

હવેથી પૈસા ઉપાડવા માટે એટીએમ કાર્ડની નહીં પડે જરૂર, તમે યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ક્યૂઆર કોડ સ્કેન કરીને ઉપાડી શકશો પૈસા.

આપણે પૈસા ઉપાડવા હોય તો એટીએમ સાથે હોવું જરૂરી છે. હવેથી આપણે આ એટીએમ વગર પણ કોઈપણ જગ્યાએથી પૈસા ઉપાડી શકીશું. એટીએમના બનાવનાર એનસીઆર એ એવી સુવિધા બનાવી છે કે જેનાથી આપણે પૈસા ઉપાડવા માટે એનસીઆર જરૂર પડશે નહીં. આપણે મોબાઈલ માં રહેલી યુપીઆઈ એપ્લિકેશનથી ક્યૂઆર કોડ સ્કેન કરીને પૈસા ઉપાડી શકીશું.

એટીએમ બનાવનાર એનસીઆર નિગમે જણાવ્યું કે તેમણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ પ્લેટફોર્મના આધારે પહેલું ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ ઉપાડ (આઈસીસીડબ્લ્યુ) સોલ્યુશન શરૂ કર્યું છે. આ નવી સુવિધા શરૂ કરી હોવાથી માટે સીટી યુનિયન બેંકે એનસીઆર સાથે હાથ મિલાવ્યો છે. ક્યૂઆર કોડ સ્કેન કરીને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ પૈસા ઉપાડવાની સુવિધાને મંજૂરી આપવા માટે બેંકે તેના 1,500 એટીએમ ઉપડેટ કરી દીધા છે.

સીટી યુનિયન બેંકના મેનેજિંગ ડિરેક્ટર એન.મ.કામકોડીએ જણાવ્યું હતું કે અમે આઈસીસીડબ્લ્યુ સોલ્યુશન્સ માટે એનસીઆર સાથે ભાગીદારી કરી છે. આનાથી અમે અમારા ગ્રાહકોને આગળની પેઢીઓના પ્રશ્નોના સોલ્યુશન્સ માટે સક્ષમ બનાવશે. આનાથી યુપીઆઈ કોડનો ઉપયોગ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડી શકાઈ છે.

કેવી રીતે કરશે કામ આ સુવિધા.

નવા એટીએમથી પૈસા ઉપાડવા માટે સૌથી પહેલા સ્માર્ટફોનની કોઈપણ યુપીઆઈ એપ્લિકેશન (જીપી, બીએચઆઈએમ, પેટીએમ, ફોનપે, એમેઝોન) ખોલવી પડશે. એપ્લિકેશન ખોલ્યા પછી એટીએમ સ્ક્રીન પર આપવામાં આવેલા ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે. આ પછી મોબાઇલ ફોન દ્વારા પૈસા ઉપાડીને અધિકૃત કરવું પડશે.

આ વ્યવહારને વધુ સુરક્ષિત બનાવવા માટે ક્યૂઆર કોડ વારંવાર બદલવામાં આવશે. આ સુવિધામાં 5000 સુધી પૈસા ઉપાડી શકાય છે.

જાણો આ સુવિધા કેટલી સલામત છે?

આ સુવિધામાં સુરક્ષા જોઈએ તો અત્યાર સુધીની સૌથી સલામત સુવિધા છે, કારણ કે આમાં કાર્ડને સાથે લઈ જઈને રજાને સ્વાઇપ કરવાની કોઈ જરૂર રેતી નથી, તમારું કાર્ડ સ્કીમ્ડ થઈ શકે એવું અહિયાં શક્ય નથી. આ સુવિધામાં ક્યૂઆર કોડની કોપી પણ બની શક્તિ નથી.

[quads id=1]

Related Articles

Back to top button