દેશ

ગુસ્સે થઈ ને તોડી નાખી હનુમાન દાદા ની મૂર્તિ: કારણ જાણી ને ચોંકી જશો, જુઓ અંત મા વિડિયો

ભગવાન પાસે ભકતો ખૂબ જ ઉમ્મીદ રાખતા હોય છે. ભક્તોની મનોકામના પૂરી થાય ત્યારે તે ભગવાનના પૂજાપાઠ કરે છે અને દાન ધર્માદો કરીને પ્રસાદ ચઢાવે છે. દિલ્હીના દક્ષિણ પૂર્વી ભાગમાં આવેલા કકરૌલા વિસ્તાર માં એક એવી ઘટના સામે આવી છે કે પોતાની માનતા પૂરી ન થતાં તે ભગવાનથી એટલો બધો ગુસ્સે થઈ ગયો કે ભગવાન હનુમાનની 3 મૂર્તિઓને હાનિ પહોંચાડી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે મંગળવારે તેને પકડીને જેલ ભેગો કરી દીધો હતો.

આરોપીની ઓળખ ભરત વિહાર જે જે કોલોની માં રહેનાર મહેશ (ઉંમર વર્ષ 45) તરીકે થઈ છે. ગામમાં ગરમી વધવાને લીધે અને વરસાદ ન થવાને લીધે તે ભગવાન થી નારાજ થયો હતો. હનુમાનજીની મૂર્તિઓ ને નુકસાન પહોંચાડતા ત્યાંના પુજારીએ પોલીસને આ બાબતે જાણકારી આપી હતી.

પોલીસના એક વરિષ્ઠ અધિકારી આ અહેવાલ મુજબ તેમને મંગળવારે સવારે સાત વાગ્યે 45 મિનિટ પર કકરૌલા વિસ્તારમાં ત્રણ જગ્યાએ મૂર્તિઓને તોડી નાખ્યાની ફરિયાદ મળી હતી. પોલીસે જ્યારે મૂર્તિ તોડી નાખનાર આરોપીને પકડીને તેની પાસે આવું કૃત્ય કરવા માટેનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તેણે આ વર્ષે વરસાદ મોડો થવાને કારણે અને ગરમી ખૂબ જ પડવાને કારણે કર્યું છે.

આ ઘટનાની માહિતી જ્યારે તે એરિયામાં સ્થાનિક લોકો ભેગા દ્વારકા મોડ ઉપર ભેગા થઈને ચક્કાજામ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડયો હતો અને વાહનોને આવવા જવા માટે રસ્તો કરી આપ્યો હતો. પોલીસે કહ્યું કે આરોપી વિરૂદ્ધ આઈપીસીની ધારા 295 અને 295 a અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી ની કુહાડી પણ જપ્ત કરી લેવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button