દેશ

ડોક્ટરે તેની પત્નીને રાત્રે 11 વાગ્યે વિડિયો મોકલ્યો અને ત્યારબાદ દોરડે ટીંગાઈ ને જીવન ટુકાવી દીધું

મને માફ કરી દેજે મારા દીકરા, હું તારું મોઢું જોઈ નો શક્યો. હું કાયર નથી, મને સંજોગો એ મરવા માટે પ્રેર્યો છે. એક વીડિયો દ્વારા દર્દનાક મેસેજ પત્ની ને મોકલ્યા બાદ સાકેત મેક્સ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોકટર ગળાફાંસો ખાઈ લીધો. વાંચો અંત માં શું જણાવ્યું આ પગલું ભરવા પાછળ નું કારણ.

પોલીસ અધિકારી કુમાર ઠાકોરે જણાવ્યું કે મૃતક ડોક્ટર ગોરખપુર ના રહેવાસી છે અને દિલ્હીમાં રહીને મેક્સ હોસ્પિટલમાં ડિપ્લોમા ઇન મેડિસિન નો કોર્સ કરી રહ્યા હતા. વિવેક તેમના પરિવારનો એકલોતો દીકરો છે. શુક્રવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે પોલીસને આ બાબતે સૂચના મળી છે ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમના ઘરેથી ગળાફાંસો ખાધેલી હાલમાં લાશ મળી આવી છે.

પત્ની બે માસ થી ગર્ભવતી છે:  વિવેક ના લગ્ન 25 નવેમ્બર 2020 ના રોજ સંત કબીર નગર જિલ્લાના બાબુ સાસણ ગામ ના કેશભણરાય ની પુત્રી કોકિલા સાથે થયા હતા. લગ્ન  બંને દિલ્હીમાં રહેવા આવ્યા હતા. થોડા દિવસો પછી કોકિલા પોતાને પિયર ચાલી ગઇ હતી જ્યાંથી તે પાછી ન આવતા બંને જણા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

આત્મહત્યા કરતાં પહેલા વીડિયો બનાવીને પત્ની ને મોકલ્યો: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 30 એપ્રિલના દિવસે વિવેકે રાતે 11:00 વાગ્યે 19 મિનિટે વીડિયો બનાવીને તેની પત્નીને મોકલ્યો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. વીડિયોમાં વિવેકે તેની પત્નીને કહ્યું કે “કોકિલા મને ખબર નહોતી કે તું મારી પાસે શું ઉમેદ રાખી રહી છે. હવે શું કરવું એ મને કાંઈ સૂઝતું નથી. મને ખબર નથી કે તમે આ બધું કોણ શીખવાડતું હતું પરંતુ જે પણ હતું એ ખોટું હતું. તું દર વખતે કહેતી કે હું મારા પિયર માં ખુશ છું. તારા માતા મને કહેતા કે અહી ઘડીએ ઘડીએ ફોન શુ કામ કરો છે? તો શું મારો હક નથી તને ફોન કરવાનો? હું ખુશ થવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ તે એ બધું વિખેરી નાખ્યુ. હું બાપ બનવા જઈ રહ્યો હતો પરંતુ હવે હું મારા સંતાન નું મોઢું જોઈ શકીશ નહિ. તું અતારી માતા ની વાતો સાંભળી સાંભળી ને મને હવે જીવવા નો કોઈ હક નથી.”

[quads id=1]

Related Articles

Back to top button