Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવુંધાર્મિક

ગુરુપૂર્ણિમા નું મહત્વ અને મહિમાની આ વાત એકવાર જરૂર વાંચવા વાંચવા જેવી છે

“ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર: ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:” આ મંત્રનું ઉચ્ચારણ કરતાં જ ગુરુની મનમાં ઝાંખી થઈ જાય છે. આજે આષાઢ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમાનું પર્વ. ભારતમાં જેટલું જ્ઞાનનું મહત્વ છે તેટલું જ જ્ઞાનના ગુરુનું પણ મહત્વ છે. આથી ગુરુ ભક્તિ અને ગુરુમહિમાનું ગૌરવ કરવા આજનું ‘ગુરુપૂર્ણિમા’નું પર્વ તરીકે પણ ઓળખાય છે.

આજના પર્વે પોતાના ધર્મગુરુ-વિદ્યાના ગુરુનું પૂજન કરી, તેમને પ્રેમપૂર્વક ભોજન-ગુરુદક્ષિણા આપી ગુરુનો મહિમા કરવાનો આજનો દિવસ છે. જૈન ભાઈ-બહેનો ગુરુપૂર્ણિમાના એક દિવસ પહેલા એટલે કે ચૌદસ-૧૪થી ચાતુર્માસવ્રતોનો પ્રારંભ કરે છે. અઠ્ઠાઈ વ્રત કરે છે. સંયમ પાળે છે. લીલોતરીનો ત્યાગ કરે છે.

આજથી ચાર માસ સુધી યાત્રા કરતા નથી. ગુજરાતમાં આષાઢી પૂનમના દિવસે સ્ત્રીઓ વિધિવતથી કોકિલા વ્રત કરે છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં આ વ્રત ઉજવાય છે. ગામડાઓમાં આજથી ગામને ચોરે પુરાણી કે ગોરનું પૂજન કરી તેમની પાસે કથાપારાયણ પણ કરે છે જે ચાર માસ ચાલે છે.

સત્યજ્ઞાન મેળવવા માટે તથા પરમાત્માનો સાક્ષાત્કાર મેળવવા માટે, બ્રહ્મનિષ્ઠ-સત્યનિષ્ઠ ગુરુની પ્રાપ્તિ માટે ખુબ આગ્રહ રખાયો છે. વૈદિક સમયમાં આજથી સપ્તર્ષિ ગુરુઓને અર્ધ્ય આપી યજ્ઞનું અનુષ્ઠાન થતું. પુરાણ સમયમાં ચોમાસામાં ચાર નોથી માસ વેદશાસ્ત્રોનું અધ્યયન કરતા પહેલા ગુરુનું પૂજન થતું આજે સૌ આદિગુરુ શંકરાચાર્યનું પૂજન કરે છે.

ભારતીય જનજીવનના આદિગુરુ શંકરાચાર્યે ચીલા ચાલુ કર્મકાંડ સામે બળવો જગાવી ઉપનિષદના જ્ઞાન માર્ગને ચેતનવંતો બનાવ્યો. ખરા હૃદયથી રનામું સમાજની સેવા કરે, પ્રાણીમાત્રના કલ્યાણમાં લાગે એવા સન્યાસીઓ તૈયાર કર્યા. ઘણા વધી પડેલા દેવ-દેવીઓની સંખ્યા ઘટાડી પાંચ તમને દેવો શિવ-વિષ્ણુ-સૂર્ય-અંબા-ગણેશ-પંચાયતન દેવની સ્થાપના કરી.

એનો ભારતની ચારેય દિશા – ઉત્તરમાં બદરિકાશ્રમ, દક્ષિણમાં શૃંગેરી, પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારિકામાં શાંકરપીઠ-મઠની સ્થાપના કરી. હિન્દુ તો તમે ધર્મનું મજબૂત સંગઠન તૈયાર કર્યું. આજે સૌ તેમનું પૂજન કરે છે.

અજ્ઞાન તિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા અશ્રુ રુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।। અજ્ઞાનરૂપી અંધકારમાં જ્ઞાનસળીથી જેમણે અમારા ચક્ષુ ઉઘાડ્યા તેવા ગુરુને વંદન કરી ચરણોમાં પ્રણામ.

પ્રાચિન કાળમાં શિક્ષણ નિશુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં.

અન્ય ક્ષેત્રને બાદ કરતાં સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરૂ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે.
આજે ગુરુ પૂર્ણિમાના અવસરે હિન્દુ શાસ્ત્રમાં કેસરી ધ્વજનું પૂજન કરીને પણ ભારત માતાની સ્તુતિ કરીને ધર્મ શાળા અને શાળાઓમાં ગુરુને માન આપે છે.

[quads id=1]

Related Articles

Back to top button