ગુજરાત ટાઇટન્સના કોચ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપને લઈને આપ્યું મોટું નિવેદન
IPL માં ગુજરાત ટાઈટન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને મોટી જાણકારી આપી છે. તેમને જણાવ્યું છે કે, હાર્દિક પંડ્યાની અંદર એક સફળ કેપ્ટન બનવાના તમામ ગુણો રહેલા છે.
હાર્દિક પંડ્યાને IPL 2022 ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સ દ્વારા 15 કરોડની રકમમાં ખરીદવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને ટીમના કેપ્ટન પણ બનાવવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા અગાઉ મુંબઈ ઈન્ડિયન્સની વિજેતા ટીમના મહત્વના સભ્ય હતા. તેમ છતાં હવે તેમના પર નવી જવાબદારી આવી ગઈ છે.
હાર્દિક પંડ્યા સફળ કેપ્ટન સાબિત થઈ શકે છે – વિક્રમ સોલંકી
એક નામી ચેનલથી વાતચીત દરમિયાન વિક્રમ સોલંકી દ્વારા હાર્દિક પંડ્યાને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી. “હાર્દિક પંડ્યાની અંદર અમે તે ક્વોલીટી જોઈ છે જે તેને સફળ કેપ્ટન બનાવી શકે છે. અમે ઘણી વખત તેના ટ્રેક રેકોર્ડની વાત કરી છે. તે ઘણી IPL ટ્રોફી જીતી ચુક્યા છે. તે અમારા લીડરશીપ ગ્રુપના ભાગ રહ્યા છે અને રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમ એસ ધોની જેવા કેપ્ટનોથી તેમણે ઘણું બધું શીખ્યું છે. પોતાને અકે શાનદાર કેપ્ટન બનાવવા માટે તે આ બધા ઇનપુટસનો પ્રયોગ કરશે અને સપોર્ટ સ્ટાફ પણ તેમની સંપૂર્ણ મદદ કરશે.”
આ અગાઉ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને વિક્રમ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. સોલંકીના કહેવા પ્રમાણે, આપણે હાર્દિક પંડ્યા પાસેથી ઓછી માંગ કરવી જોઈએ.