Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ગુજરાતજાણવા જેવુંજુનાગઢધાર્મિક

ગિરનાર 9999 પગથિયાં કોણે ચમત્કાર થી બનાવવામાં આવ્યા? 10000 પગથિયાં ના હોવા પાછળનું અનોખુ રહસ્ય જાણો અહી ક્લિક કરી

ગુજરાતના દરેક યાત્રા ધામમાં સૌથી ઊંચો પર્વત અડીખમ એટલે જુનાગઢ, આ જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે કે જૂનાગઢમાં આવેલો ગીરનાર, ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરવા માટે આવે છે. ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે.

તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યાં હશે, પરંતુ ક્યારેય તમને મનમાં સવાલ આવ્યો છે કે આટલા બધા ૯૯૯૯ પગથિયાં કોને અને કેવી રીતે બનાવ્યા હશે તો ચાલો મિત્રો ગીરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે તેના વિષે જાણીશું.

બહુ જૂની સદીઓ પહેલાની વાત છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાંથી આવતા હતા ત્યારે યુદ્ધના કારણે તેમનું શરીર ઘણું ઘાયલ થઈ ગયું હતું. યુદ્ધમાંથી વિજય થઈ પાછા આવતા સમયે તેઓ મૃત્યુ પામ્યા, તે સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.

પુત્રને આપેલ એ પત્રમાંલખ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનારના તીર્થ પર હું પગથિયાં કંડારું.” પત્રમાં પિતાનો આ સંદેશ વાંચીને તેમના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવી દીધું પોતાના પિતાની મહામાત્ય ઉદયનની એક ઈચ્છા પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. પોતાના પિતાની જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વતની ઉચી ખડકો અને ભેખડો જોઈ. પર્વતની વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા.

આ બધું જોઈને શરુઆતમાં મુજવર્ણ થઈ કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો. એમની સાથે આવેલા શિલ્પીઓએ બધી રીતે મહેનત કરી જોઈ પરંતુ કોઈને કઈ સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી.બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર કર્યો અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર ચઢવા માટેનો રસ્તો ક્યાંથી બનાવવો.

ઘણી મુંજવણ પછી ગિરનારની રક્ષા કરનાર મા અંબિકામાંનું સ્મરણ કર્યું. માં અંબેનું નામ લઈ સંકલ્પ કરી માતાના ચરણોમાં બેસી ગયા. મનમાં માત્ર એક જ વિચાર કે હે માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનારના દર્શન કરવા માટેના પગથિયા બનાવી શકુ અને હું મારા પિતા ને આપેલ વચન નિભાવી શકું.

માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, ત્રણ દિવસ થઈ ગયા મંત્રીને વિશ્વાસ હતો કે મારી માં આ સમસ્યાનો ઉકેલ જરૂર આપશે અને થયું એવું જ કે વિશ્વાસ જીતી ગયો. ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત (ચોખા) નાંખતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.આ સાંભળીને મંત્રી ખુશ થઇ ગયા. માતા અંબિકા ગિરનાર પર્વત પર અંબેમાં મુશ્કેલ રસ્તાઓને સરળ કરી સાફ કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયા પર નિશાની બનાવતા ગયા.

એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદર ધ્વનિ જ અવાજના પડઘા પડી ગયા. અંબેમાંની કૃપા પ્રાપ્ત કર્યા પછી આનંદથી બાહડ ખુશ થઇ ગયો અને લાખોના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા. પણ કહેવાય છે કે ગિરનારની પરિક્રમા કે ગિરનાર દર્શન કરવા સહેલા નથી. ગિરનાર પર્વતના ૯૯૯૯ પગથિયાં છે.આ પગથિયાં પસાર કરતાં તમને સમગ્ર ગુજરાતનાં તીર્થ સ્થળોના દર્શન થશે.

ગિરનારએ જ્વાળામુ્ખી દવારા બનેલો પર્વત છે.જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભુમિ છે, કે જ્યાં હજી કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરનારના સાવજ સિંહ જગત પ્રસિધ્ધ છે.ગિરનારની આ ધરતી પર ઘણા વર્ષોથી પરિક્રમા દર વર્ષે યોજાય છે.જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી.ની પરિક્રમા ચાર દિવસ ચાલે છે.

પરિક્રમામાં દેશભરના અને ગુજરાતના જુદાજુદા સ્થળોએથી લોકો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગિયારસ થી શરૂ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે.બાહદ મંત્રીનો આભાર માનવો જોઈએ કે જેમણે આ ગિરનાર પર્વતના પગથિયાં બનાવ્યા અને ભગવાન શ્રી દત્તાત્રેયના દર્શન કરી શકી છીએ. જાય ગિરનાર.

[quads id=1]

Related Articles

Back to top button