Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ગીરની કેસર કેરીનો 60 ટકાથી વધુનો પાક નિષ્ફળ, ગત વર્ષે 500 માં મળતી પેટી આ વખતે થશે માેંઘી 

થોડા સમય પુર્વે હવામાનનાં પલ્ટાએ કેરીના બગીચાઓમાં આવેલા 60 ટકા મોર બળીને ખાખ : ખેડૂતો ભારે ચિંતિત

ગીરની ત્રણ વસ્તું વિશ્વમાંભરમાં પ્રખ્યાત છે, 1-એશિયાટીક સિંહ 2-કેસર કેરી અને 3- સોરઠનો ગોળ. ત્યારે આ ત્રણે વસ્તું કઠણાઈનો સામનો કરી રહ્યા છે. ત્યારે વાત કેસર કેરીની કરીએ તો, કેસર કેરીનું ઊત્પાદન છેલ્લા 6થી 7 વર્ષથી ક્રમશ ઘટી રહ્યું છે. ત્યારે કેરીનાં બગીચાઓ ધરાવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જેમાં આ વર્ષનાં પ્રથમ બગીચાઓમાં ભારે મોર આવતાં ખેડુતો રાજી થયા હતા. પરંતુ થોડા સમય પુર્વે હવામાનનાં પલ્ટાએ કેરીના બગીચાઓમાં આવેલા 60 ટકા મોર બળીને રાખ થયા તો નાની કેરી આપો આપ ખરી જતાં વર્તમાન સમયમાં 40 ટકા કેરી હાલ જોવા મળી રહી છે.

કેસર કેરીનો પાક આ વખતે આખતર-પાછતર છે. ગયા વર્ષે કોરોનાને કારણે એક્સપોર્ટ બંધ હતું. આ વર્ષ ખુલે તો પણ એક્સપોર્ટને લાયક કેરી બહું ઓછી ઉત્પાદિત થશે. તેવું એક્સપોર્ટના વેપારીઓને લાગી રહ્યું છે. આંબામાં 12માં મહિનામાં આવેલા આવરણનું ફળ એક્સપોર્ટમાં જતું હોય છે. ઓછા ઉત્પાદનને કારણે આ વખતે કેરીનાં ભાવ પણ ઊંચા રહેશે, સિઝન ટૂંકી ચાલશે અને એક્સપોર્ટ પણ નહિવત થાય તેવી સંભાવના છે.

જો એક્સપોર્ટ વધશે તો કેરીનાં ભાવ વધુ ઉંચકાશે. ગયા વર્ષની વાત કરીએ તો તાલાળા યાર્ડમાં 8થી 9 લાખ કેરીનાં બોક્ષ આવ્યા હતા. જ્યારે આ વર્ષે 5થી 6 લાખ કેરીનાં બોક્ષ આવવાની સંભાવના છે. આગામી કેરીની સિઝન 25 એપ્રિલ આસપાસ શરૂ થશે. આ સાથે 20થી 25 દિવસ ચાલે તેવું વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે. તાલાળા, કેરીનાં હોલસેલ વેપારી, કપિલભાઈ બોરીચાનાજણાવ્યા પ્રમાણે, કેરીનાં પાકને જાણે હવામાનનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કેરીનો પાક ધટી રહ્યો છે. ગ્લોબલવો‹મગની અસરને કારણે ગત શિયાળામાં જે ઠંડી પડવી જોઈએ તે પ્રમાણે ના પડી.

ઉનાળાની શરૂઆતમાં સવારે વહેલી ઝાંકળવાળા વાતાવરણનાં કારણે કેરીમાં આવેલો મોર બળી ગયો તેમજ કેરીમાં મધિયો, ફૂગ તથા ભૂકીચારા જેવા રોગએ માથું ઉચકતા નાની ખાખડીઓ પણ ખરી ગઈ. આ બાબતો ને લઈને વિશ્વ વિખ્યાત કેસર કેરીનો પાક આ વર્ષે 60 થી 70 ટકા નિષ્ફળ જતાં કેસર બજારમાં ઓછી આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, પરીણામે ગયા વર્ષે જે ફસ્ટ ક્વોલિટીની કેરી 400થી 500માં મળતી તે આ વર્ષે 600થી 700 રૂપિયામાં વેચાશે.જ્યારે સામાન્ય કેટેગરીની કેરી ગયા વર્ષે 200 રૂપિયામાં 10 કીલોનું બોક્સ વેચાતું તે આ વર્ષે 300થી 500 રૂપિયામાં વેચાતા સામાન્ય વર્ગને આ વર્ષે ઊંચા ભાવનાં કારણે કેરી કડવી લાગશે. સામાન્ય નિયમ પ્રમાણે ઉત્પાદન ઘટતા ભાવો ઊંચા જવાની પુરી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એક્સપોર્ટ સંદર્ભે થોડો મતમતાંતર પ્રવર્તે છે.

12માં મહિનાનું અને પહેલા મહિનાનું આવરણ ઓછું હોવાને કારણે એક્સપોર્ટ લાયક કેરીનું ફળ આ વખતે ઓછું ઉત્પાદિત થાય તેવી શકયતા દર્શાઈ રહી છે. તાલાળા યાર્ડના કેરીનાં હોલસેલ વેપારી, અક્ષયભાઈ વાઢેર જણાવે છે કે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની આબાદી અને સમૃધ્ધિમાં જેનું અગ્રીમ અને સર્વોત્તમ યોગદાન છે તે ગીર પંથકનું અમૃતફળ કેસર કેરીના પાકને ચાલુ વર્ષે વળતર ચુકવવાની માંગણી કરાય છે.

ગીરની પ્રખ્યાત કેસર કેરીને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી હોય છે જેના થી 70 ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ પામ્યો છે. અને જેમાં ચાલુ વર્ષો કેસર કેરીના ઝાડ પર ઈયળ, મઘીયો અને નાની જીવાતનાં કારણે વ્યાપક પ્રમાણમાં પાકને મોટો ફટકો પડ્યો છે. તાલાળાના કિસાન સંઘ પ્રમુખ, પ્રવીણભાઈ સોડવડિયા જણાવે છે કે, તાલાળા પંથકની જીવાદોરી સમાન કેસર કેરી નાશ પામતા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરાય છે.

[quads id=1]

Related Articles

Back to top button