મોંઘા ખર્ચા વગર ઘરે જ બનાવો શેમ્પૂ , ખોડો, ખરતા અને સફેદ વાળ થઈ જશે ગાયબ
શું તમે જાણો છો કે નારિયેળ તેલમાં ઘરની કેટલીક પ્રાકૃતિક વસ્તુઓને મિક્સ કરીને તમે ઘરે જ શેમ્પૂ તૈયાર કરી શકો છો ? જો તમને ખબર નથી, તો અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓને મિક્સ કરીને તમે ઘરે જ વાળને પોષણ મળતું શેમ્પૂ બનાવી શકો છો.
દરેક વ્યક્તિને લાંબા, કાળા અને જાડા વાળ રાખવાનું સપનું હોય છે. આ વાળને કાળા, જાડા અને મૂળિયાથી મજબૂત રાખવા માટે નાળિયેર તેલનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. આજે મોટાભાગની મહિલાઓ નાળિયેર તેલની સાથે સરસવના તેલનો ઉપયોગ કરે છે. નાળિયેર તેલ લગાવવાથી વાળને પોષણ મળે છે. નવી ચમક આવે અને ક્ષતિગ્રસ્ત વાળ ઝડપથી સુકાઈ જટા ખરાબ થઈ જાય છે તેથી વાળના મૂળથી તંદુરસ્ત અને મજબૂત હોવા જોઈએ.
નાળિયેર તેલ અને મધ સાથે શેમ્પૂ બનાવવા માટે તમી નાળિયેર તેલ અને મધ મિક્સ કરીને શેમ્પૂ બનાવી શકો છો. તેને તૈયાર કરવા માટે, તમારે 1 કપ નાળિયેર તેલ, 1 ચમચી મધ, કપ એલોવેરા જેલ અને પાણીની જરૂર છે. સૌ પ્રથમ, મધમાં થોડું પાણી ઉમેરો. તેને મિક્સ કરો અને એલોવેરા જેલ, નાળિયેર તેલ સાથે ઉમેરો. સારી રીતે ભળીને તેને શીશીમાં ભરી દો અને તેને કડક રીતે બંધ રાખો. તમે તેને ફ્રિજમાં પણ રાખી શકો છો. આ કુદરતી શેમ્પૂને અઠવાડિયામાં એક વાર માથાં નાંખો અને 10 મિનિટ તમારા વાળ પર રાખો અને પછી તમારા વાળ પાણીથી ધોઈ લો.
લોકો ઘણી વાનગીઓમાં નાળિયેર દૂધના ઉપયોગ કરે છે. પરંતુ હવે તેનો ઉપયોગ તમારા વાળમાં પણ કરી શકો છો અને તેને શેમ્પૂની જેમ વાપરી શકો છો. વાળના પોષણ માટે માત્ર નાળિયેર તેલ જ નહીં, તેનું દૂધ પણ વધુ સારું માનવામાં આવે છે. 2 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી નાળિયેર દૂધ લો અને તેને બરાબર મિક્સ કરો.
હવે તેમાં ગ્લિસરિનના થોડા ટીપાં, કોઈપણ હળવા પ્રવાહી સાબુ ઉમેરો આ બધુ મિશ્રણ સરખી રીતે મિક્સ થઈ ગયા બાદ તેને એક શીશીમાં ભરી દો. વાળમાં આ શેમ્પૂનો ઉપયોગ કરતી વખતે, બોટલને સારી રીતે હલાવીને ઉપયોગ કરવો અને પછી મસાજ કરી વાળને ધોઈ નાંખો.
એલોવેરા જેલ આજકાલ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. એલોવેરા જેલ અને નાળિયેર તેલથી ઘરેલું શેમ્પૂ બનાવવા માટે અડધા કપ નાળિયેર તેલ લો. એલોવેરા જેલ સમાન માત્રામાં લો. માથામાં નાખવાનું કોઈપણ અન્ય તેલ લો તેના થોડાક ટીપાં ઉમેરો. તેને બોટલમાં ભરીને રાખો. તેને તમારા વાળ પર લગાવો અને પછી થોડાક સમય પછી વાળ ધાઈ નાંખો, સિલ્કી ચમકતા અને જાડા વાળ થશે.